Mon Dec 08 2025

Logo

White Logo

કૅરિયરઃ : ભવિષ્યમાં રોજગારનું સૌથી આશાસ્પદ ક્ષેત્ર એટલે બાયોટેક ને જિનેટિક રિસર્ચ સેક્ટર

1 day ago
Author: નરેન્દ્ર કુમાર
Video

નરેન્દ્ર કુમાર

ભારતના વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને ખેતીના ભવિષ્યને જે સેક્ટર આવવાવાળા દિવસોમાં ઘરમૂળથી બદલવાની ક્ષમતા રાખે છે તેને બાયોટીક અને જેનેટિક રિસર્ચ સેક્ટર કહેવામાં આવે છે. નિષ્ણાંતોનુ માનવું છે કે, આવતાં 10 વર્ષોમાં આ ક્ષેત્ર રોજગાર માટે સૌથી વધુ સંભવિત ક્ષેત્રોમાંથી એક હશે.

ભારત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં દુનિયાના ટોપ 10 દેશોમાં શામિલ છે અને આ વર્ષના અંત સુધી ભારત સરકારનું લક્ષ્ય બાયોટેક સેકટરને 7 લાખ કરોડ રૂપિયાથી ઉપર લઈ જવાનું છે. સ્વાસ્થ્ય, દવા, ખેતી, પર્યાવરણ અને ખોરાક સલામતી જેવાં બધા ક્ષેત્રોમાં બાયોટેકની જરૂરત ઝડપથી વધી રહી છે. તેથી જ આ ક્ષેત્રોમાં કેરિયર બનાવવું એક સમજદારી છે. ચાલો જાણીયે આ ક્ષેત્રમાં કઈ ને કેવી રીતે કેરિયરની શરૂઆત કરી શકાય.

બાયોટેક સેક્ટરમાં શું સંભાવના છે?

હેલ્થ કેર-

આ ક્ષેત્રમાં વેકસીન, જીન થેરેપી અને ફાર્માસ્યુટિકલ રિસર્ચને લઈને રોજગાર સંબંઘી જબરદસ્ત શક્યતાઓ છે.
એગ્રિકલ્ચર- આનુવંશિક રીતે સંશોઘિત પાક, બાયો ફર્ટિલાઈઝર અને ક્લોનિંગ જેવાં ક્ષેત્રમાં બાયોટેક પ્રોફેશનલ્સની ખૂબ જ આવશ્યકતા છે.

જેનેટિક્સ-

ડીએનએ ટેસ્ટિઁગ, જેનેટિક ડિસ્ઓર્ડર ટ્રીયમેન્ટ જેવાં ક્ષેત્રો ઝડપથી વિસ્તરી રહ્યાં છે જ્યાં બાયોટેક એક્સપર્ટની ઘણી માગ છે.

પર્યાવરણ-

બાયો- રિમેડિએશન, વેસ્ટ ટ્રીટમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કામ કરવાવાળા નિષ્ણાતો પણ બાયો એક્સપર્ટ જ હોય છે.
ઈન્ડસ્ટ્રિયલ- એંઝાઈમ ઉત્પાદન અને બાયોફ્યૂલ ઉત્પાદનના ક્ષેત્રમાં પણ બાયોટેક પ્રોફેશનલની જરૂરત હોય છે તેથી જ આવનારા સમયમાં પણ આની સારી એવી માગ હશે.

ભણવા માટે મહત્ત્વની સંસ્થાઓ

આ ક્ષેત્ર માટે મહત્ત્વની પરીક્ષાઓ

  • ફાર્મા અને હેલ્થ સેકટરમાં
    બાયોકોન, સીરમ ઈન્સ્ટિટયૂટ, સિપ્લા, ડોકટર રેડ્ડીઝ, ઝયડૂસ, ઓસ્ટ્રા જેનિકા ઈડિયા, પી ફાઈઝર, નોઆરટિસ, જેઈ હેલ્થ કેર
  • રિસર્ચ અને જેનેટિક લેબ
    મૈપમાઈજૈનોમ, મેડજૈનોમ, રેડક્લિફ લેબ, થરમોફિસર સાઈંટિફિક, ઈલ્યૂમિના (ભારત)
  • એગ્રિ બાયોટેક અને ઈંડસ્ટ્રિયલ
    મોનસાન્ટો ઈંડિયા, સિંજેન્ટા, બાયર ક્રોપસાયન્સ, રિલાયંસ લાઈવ સાયંસ, ટાટા કેમિકલ્સ
  • સ્ટાર્ટઅપ અને નોન પ્રોફિટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
    બગબર્ગ્સ, સી6 એનર્જી, અકીરા લેબ્સ, સીસીએમબી- હૈદરાબાદ, આઈવીએવી, એમજી- કલકત્તા

જોબ પ્રોફાઈલ

બાયોટેક સેલ્સ/ પ્રોડક્ટ સ્પેશયાલિસ્ટ શરૂઆતની સેલેરી