Thu Jan 01 2026

Logo

White Logo

હું CBI પર ત્યારે જ વિશ્વાસ કરીશ જ્યારે : ઉન્નાવ રેપ કેસ-પીડિતાની માતાએ આવું કેમ કહ્યું?

4 days ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: એક સમયે બહુચર્ચિત રહેલો ઉન્નાવ રેપ કેસ ફરીથી સપાટી પર આવ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા ઉન્નાવ રેપ કેસના ગુનેગાર કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા છે. જેને લઈને પીડિતા તથા તેના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઈ કોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સાથે તાજેતરમાં ઉન્નાવ રેપ કેસ પીડિતાની માતાએ ઉન્નાવ રેપ કેસની તપાસ કરનાર CBIની મુલાકાત લીધી હતી.

CBI અમારા પક્ષમાં ઊભી રહે છે કે નહીં

27 ડિસેમ્બર, 2025ના રોજ ઉન્નાવ રેપ કેસ પીડિતાની માતાએ CBIના અધિકારીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પીડિતાની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે, સીબીઆઈ આ કેસ જોઈ રહી છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન CBI અમારા પક્ષમાં ઊભી રહે છે કે નહીં, એ હવે જોવું રહ્યું. હું CBI પર ત્યારે જ વિશ્વાસ કરીશ, જ્યારે તે સુપ્રીમ કોર્ટમાં અમારો સાથ આપશે. 

ઉન્નાવ રેપ કેસની તપાસ કરનાર CBIએ પણ દિલ્હી હાઈ કોર્ટ દ્વારા ગુનેગાર કુલદીપ સિંહ સેંગરને અપાયેલા જામીન અને સજા પર રોક લગાવવાના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટિશન દાખલ કરી છે. CBIનું કહેવું છે કે, પીડિતાને ન્યાય અપાવવો એ અમારી પ્રાથમિકતા છે. 

પીડિતાના પરિવારને થયું નુકસાન

ગુનેગાર કુલદીપ સિંહ સેંગરને મળેલા જામીનને લઈને પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, સેંગરના પરિવારજનો ફટાકડા ફોટી રહ્યા છે. પરંતુ મારા પરિવારજનોની હાલત જુઓ. મારા પિતાને મારી નાખવામાં આવ્યા. મને અને મારા પતિને નોકરીમાંથી કાઢી મૂંકવામાં આવ્યા. મારા બે બાળકો છે. અમે શું ખાઈએ? અમે ક્યાં જઈએ? 

પીડિતાના પિતાના કારણે જેલમાં કુલદીપ સેંગર

ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈ કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા હોવા છતાં પણ કુલદીપ સેંગર જેલની બહાર નહીં આવી શક્યા નથી. કારણ કે, એપ્રિલ 2018 પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં પોલીસના ઢોર મારને મૃત્યુ થયું હતું. આ કસ્ટોડિયલ ડેથને લઈને 2020માં કુલદીપ સેંગર અને અન્ય સહ-આરોપીઓને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સજાને લઈને દિલ્હી હાઈ કોર્ટ દ્વારા જામીન મળ્યા હોવા છતાં પણ કુલદીપ સેંગર જેલની અંદર બંધ છે.