Thu Dec 11 2025

Logo

White Logo

ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ એકશન, : ફ્લાઈટ ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડાનો નિર્દેશ

1 day ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઈન્સના ઓપરેશનલ ઇસ્યુ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કડક એકશન લીધા છે. જેમાં ડીજીસીએ પહેલા 5 ટકા બાદ હવે  10 ટકા ફ્લાઈટ ઓપરેશન ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ કાપ બાદ ઇન્ડિગોની કુલ 220 ફ્લાઈટમાં ઘટાડો થશે. જોકે, તેમ છતાં મોટાભાગના સ્થાનો પર ફ્લાઈટ સેવા શરુ રહેશે. તેમજ આનો ઉદ્દેશ ફ્લાઈટ ઓપરેશન પર ઉભો થયેલો દબાવ ઓછો કરવાનો છે. તેમજ ફ્લાઈટ સમયસર ઓપરેટ થઈ શકે. 

6  ડિસેમ્બર સુધીની રિફંડની 100 ટકા પ્રક્રિયા પૂર્ણ

આ દરમિયાન ઇન્ડિગોના સીઈઓ પીટર આલ્બર્સને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમજ ઓપરેશનલ પ્રશ્નોને ઝડપથી ઉકેલવા નિર્દેશ આપવામાં આવ્યા છે.  તેમણે મંત્રાલયને જણાવ્યું હતું કે 6  ડિસેમ્બર સુધીની રિફંડની 100 ટકા પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અંગેની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એકસ પર આપી હતી. 

બુધવારે 1900  ફ્લાઇટ્સનું આયોજન 

જયારે  ઇન્ડિગો એરલાઈન્સ ધીરે ધીરે સંકટમાંથી બહાર આવી રહી છે. જેમાં આજે ઇન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ સમયસર સંચાલિત થઈ રહી છે. જેમાં હાલ 2200 માંથી 1800 ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. જેના લીધે મુસાફરોને રાહત થઈ છે. તેમજ એરપોર્ટ પર રહેલી મોટાભાગની બેગ પરત કરવામાં આવી રહી છે.  આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે તે આજે 1800  થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. જે તેના નેટવર્કના તમામ 138  સ્ટેશનોને જોડે છે. તેમજ બુધવારે 1900  ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. 

નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

આ ઉપરાંત  ડીજીસીએ ઇન્ડિગોને નોટીસ આપી છે તેમાં જણાવાયું છે કે નવેમ્બર 2025 માટે શિયાળાના સમયપત્રક હેઠળ એરલાઇનને દર અઠવાડિયે 15,014 પ્રસ્થાન અને કુલ 64,346 ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ઓપરેશનલ ડેટા દર્શાવે છે કે ઇન્ડિગોએ ફક્ત 59,438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

સિંગલ ફ્લાઇટ્ને બંધ નહી કરવા નિર્દેશ

ડીજીસીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે, એરલાઇનને તેની શિડયુલ ફલાઈટમાં 10  ટકા ઘટાડો કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. જે રૂટ પર ઓછી માગ અને વધુ ફ્લાઈટ હોય ત્યાં તેનો અમલ કરવો. તેમજ ઇન્ડિગોએ કોઈપણ રૂટ પર ચાલતી સિંગલ ફ્લાઇટ્ને બંધ નહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.