Mon Dec 08 2025

Logo

White Logo

ધર્મેન્દ્રના અસ્થિ વિસર્જન બાદ ફરી સની દેઓલ : ધર્મેન્દ્રના અસ્થિ વિસર્જન બાદ ફરી સની દેઓલ પાપારાઝી પર ભડક્યો, કેમેરો છીનવ્યો!

4 days ago
Author: Vimal Prajapati
Video

Sunny Deol was seen scolding paparazzi during Dharmendra’s ash immersion ritual in Haridwar.


હરિદ્વારઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેદ્નનું 24 નવેમ્બરે નિધન થયું હતું. અભિનેતાએ મુંબઈમાં આવેલા તેમના ઘરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. અભિનેતા ધર્મેન્દ્રના નિધનના કારણે આખા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્રનો આખો પરિવાર હરિદ્વારમાં જોવા મળ્યો હતો. પરિવારે બુધવારે સવારે ગંગામાં ધર્મેન્દ્રની અસ્થિ વિસર્જન કર્યાં હતા. મળતી જાણકારી પ્રમાણે હરિદ્વારમાં સની દેઓલ અને બોબી દેઓલ સાથે આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. સની દેઓલના દીકરા કરણ દેઓલે દાદા ધર્મેન્દ્રની અસ્થિ ગંગામાં વિસર્જન કર્યાં હતાં, જેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. 

કરણ દેઓલે દાદા ધર્મેન્દ્રની અસ્થિ ગંગામાં વિસર્જન કર્યાં

મળતી જાણકારી પ્રમાણે અસ્થિ વિસર્જન કર્યાં બાદે દેઓલ પરિવાર હોટેલમાં ગયા બાદ એરપોર્ટ ગયો હતો. આ દરમિયાન કડક સુરક્ષા પણ જોવા મળી હતી. સની દેઓલ જે હોટેલમાં રોકાયો હતો તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સની દેઓલ હોટેલની બારીમાં બેસીને ચા પી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ સાથે સાથે એક બીજો પણ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

સની દેઓલે ગુસ્સામાં પાપારાઝીનો કેમેરા છીનવી લીધો

સની દેઓલ પાપારાઝી પર ગુસ્સે થયો હોવાનો વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સની દેઓલે પાપારાઝીને ફટકાર લગાવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. આ દરમિયાન ગુસ્સામાં પાપારાઝીને સની દેઓલ ધમકાવી રહ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ગુસ્સામાં કેમેરો છીનવી લીધો અને કહ્યું કે, તમે લોકોએ શરમને વેચી દીધી છે? રૂપિયા જોઈએ છે તમારે? કેટલા રૂપિયા જોઈએ છે તમારે? આ વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ પાપારાઝી પર ગુસ્સે થયો સની દેઓલ

આ પહેલા પણ જ્યારે ધર્મેન્દ્રની તબિયત સારી હતી ત્યારે કેટલાક લોકોએ ફેક ન્યૂઝ ફેલાવ્યાં હતા કે, ધર્મેન્દ્રનું મોત થઈ ગયું છે. આ દરમિયાન જ્યારે પાપારાઝી દેઓલ પરિવારના ઘર આગળ વીડિયોઝ લેવા માટે પહોંચે છે, ત્યારે સની તેમના પર ભારે ગુસ્સે થયો હતો. એ દરમિયાન સની દેઓલે પાપારાઝીને કહ્યું હતું કે, તમને શરમ આવવી જોઈએ. તમારા ઘરે માતા-પિતા નથી કે શું? તમારા બાળકો છે, અને તમે અહીં ફક્ત આવા વીડિયો બનાવવા માટે બહાર છો"તમને શરમ આવવી જોઈએ. શું તમારા ઘરે માતા-પિતા નથી? તમારા બાળકો છે. અને તમે અહીં ફક્ત આવા વીડિયો બનાવવા માટે બહાર છો." આ પછી પાપારાઝીને ધર્મેન્દ્રના ઘરની બહારથી દૂર કરી દેવામાં આવ્યાં હતાં. જો કે, તેનો ગુસ્સે થયેલો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.