નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પિતા તેની પુત્રીને રાત્રે 2 વાગ્યે મોટિવિટે કરતા હતા. છોકરીએ રાત્રે 2 કલાકે તેના પિતાન ફોન કર્યો ત્યારે તેણે કરિયરનું પ્રેશર નહીં લેવાનું કહીને મોટિવેટ કરી હતી. પિતાની વાત સાંભળીને પુત્રી ભાવુક થઈ ગઈ હતી.
વાયરલ ક્લિપમાં છોકરી રાત્રે તેના પિતા સાથે ફોન પર વાત કરતી વખતે રડતી જોવા મળે છે. તેણે લખ્યું, રાત્રે 2 કલાકે જ્યારે પિતાને ફોન કરું છું ત્યારે તેઓ હંમેશા મને મોટિવેટ અને સપોર્ટ કરે છે. ફોનમાં પિતાને માત્ર અભ્યાસના પરિણામોથી મૂલ્યાંકન ન કરવું જોઈએ તેમ કહેતા સાંભળી શકાય છે.
આ ઉપરાંત વીડિયોમાં પિતા એમ પણ કહી રહ્યા છે કે, એવું નથી કે ડોક્ટર બનવું જ સર્વસ્વ છે, નહીં તો કંઈ નથી. વિશ્વમાં અનેક સારી નોકરીઓ છો. તું પ્રેશરમાં બિલકુલ ન આવતી. તેમજ તેને ભરોસો આપ્યો કે ફાઈનાન્સ કે ફેમિલી એક્સપેક્ટેશનની ચિંતા કરવાની જરૂર નથી.
પિતાએ તેની પુત્રીને કહ્યું કે, જ્યારે તને લાગે કે તું વાંચીને કંટાળી ગઈ છે તો બંધ કરી દેજે, પરંતુ પ્રેશર લેતી નહીં. તું ઈન્ટેલિજેન્ટ છે. અનેક નોકરીઓ છે અને હજુ હું વૃદ્ધ થયો નથી. ઘરમાં કોઈ કમાનારું નથી એવું તો છે નહીં, પૈસાની પણ મુશ્કેલી નથી. હું અઢળક કમાઈશ, તું ચિંતા ન કર.