લખનઊઃ અહીં બુધવારે (સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મૅચવાળી સિરીઝની ચોથી ટી-20 રમાશે જેમાં કૅપ્ટન સૂર્યકુમાર (Suryakumar) યાદવ પર સારી બૅટિંગ કરવાનું પ્રચંડ માનસિક દબાણ રહેશે. તે ગયા ઑક્ટોબર પછી ટી-20માં હાફ સેન્ચુરી નથી કરી શક્યો.
ભારત (india) શ્રેણીમાં 2-1થી આગળ છે. શુભમન ગિલ હજી પૂરો ફૉર્મમાં નથી આવ્યો એટલે તેના પર પણ પ્રેશર રહેશે.
બુધવારે લખનઊ (LUCKNOW)માં અથવા અમદાવાદની પાંચમી મૅચ જીતીને ભારત સિરીઝની ટ્રોફી પર કબજો કરી લેશે અને એ સાથે ભારતે ટી-20 સિરીઝમાં 14મી વખત અપરાજિત રહ્યાની સિદ્ધિ મેળવી કહેવાશે.
અર્શદીપ સિંહે ક્વિન્ટન ડિકૉકને કુલ 56 બૉલમાં પાંચ વખત આઉટ કર્યો છે એટલે બુધવારે ફરી તેની સામે સાઉથ આફ્રિકન પ્લેયરની કસોટી થશે.