Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતની જેલોમાં વકીલો માટે : યોગ્ય સુવિધાઓની કોણે માંગ કરી?

3 weeks ago
Author: Mayur Kumar Patel
Video

અમદાવાદઃ ગુજરાતની સેન્ટ્રલ, જિલ્લા, અને સબ-જેલોમાં કેદીઓને મળવા આવતા વકીલો માટે યોગ્ય અને સન્માનીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે એડવોકેટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જેલ વિભાગ, ગુજરાતને એક વિસ્તૃત અરજી આપી હતી. આ ઉપરાંત એડવોકેટ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની પણ મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સગવડ કરી આપવા હૈયા ધારણ આપી છે. 

જેલમાં વકીલ મુલાકાતની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ પર ભાર મૂકતા હાઇ કોર્ટના એડવોટે દેવ કેલ્લાએ જણાવ્યું હતું કે, કોર્ટના હુકમથી જેલમાં રહેતા તમામ કેદીઓના બંધારણીય હક્કોની રક્ષા કરવીએ વકીલોની મહત્વપૂર્ણ જવાબદારી છે. કેસની કાર્યવાહી ઝડપી બને અને અંડર ટ્રાયલ કેદીઓને યોગ્ય ન્યાય મળે તે માટે વકીલોએ આરોપીઓ પાસેથી કેસની વિગતવાર માહિતી મેળવવા મુલાકાત કરવી અનિવાર્ય છે. જોકે, હાલની પ્રણાલીમાં વકીલોને મુલાકાતની અરજી આપવા માટે અંદાજિત બે કલાક અગાઉ જવું પડે છે અને ત્યારબાદ કેદીઓની મુલાકાત માટે ખૂબ જ રાહ જોવી પડે છે. આના કારણે વકીલોને પોતાનો કિંમતી સમય ફાળવવો પડે છે.
 
આ મુદ્દે લેખિતમાં નીચે મુજબની રજૂઆત કરવામાં આવી હતી.

1. વકીલ-કેદી મુલાકાત માટે ઓનલાઈન પોર્ટલની સુવિધાઃ  વકીલોને જેલમાં રૂબરૂ જઈને અરજી આપવી પડે છે અને ત્યારબાદ ઘણી રાહ જોવી પડે છે. ભારત સરકારે નેશનલ પ્રિસન પોર્ટલ શરૂ કર્યું હોવા છતાં, તે ઘણીવાર ચાલતું ન હોવાથી મુશ્કેલી પડે છે. તેથી, ગુજરાત સરકાર દ્વારા એક નવા ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરવામાં આવે તો જેલમાં ભીડ ઓછી થશે, વહીવટી બોજ ઘટશે અને પ્રક્રિયા સરળ બનશે. 

2. વકીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થાનો અભાવઃ  હાલમાં, ગુજરાત રાજ્યની જિલ્લા અને સબ-જેલો ખાતે વકીલો માટે કોઈ નિયત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જેના કા
રણે મુલાકાતી વકીલોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. તેથી, તમામ જેલ પરિસરોમાં યોગ્ય બેઠક વ્યવસ્થા ફાળવવા અરજ કરવામાં આવી છે.

3. પીવાના પાણી અને શૌચાલય સુવિધાઓનો અભાવઃ  અરજીમાં જણાવ્યા મુજબ, વકીલો માટે સ્વચ્છ પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અથવા તે બિનઉપયોગી છે. આથી, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય અને સ્વચ્છ તથા સુલભ શૌચાલયની સુવિધાઓ જાળવી રાખવા વિનંતી છે.

4. ઝેરોક્ષ / કોમ્પ્યુટર જેવી સુવિધાઓનો અભાવઃ ગુજરાત રાજ્યની ઘણી જેલોમાં ઝેરોક્ષ તેમજ કોમ્પ્યુટર જેવી આવશ્યક સુવિધાઓનો અભાવ છે. જેના કારણે વકીલોને જરૂરી દસ્તાવેજો, સોગંદનામા તથા અરજી રજૂ કરવામાં મુશ્કેલી પડે છે.