Mon Dec 08 2025

Logo

White Logo

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ગુજરાત આ : સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની કરશે

3 days ago
Author: POOJA SHAH
Video

અમદાવાદઃ ઉત્તર ગુજરાતનું ધરોઈ દક્ષિણ એશિયાની પહેલી ફૂલ આયર્નમેન ટ્રાયથલોન માટે સંભવિત સ્થળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું, કારણ કે રાજ્ય સરકાર આ સ્થળને એડવેન્ચર ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવી રહી છે. એન્ડ્યુરન્સ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું સંચાલન કરતી સંસ્થા, યોક્સાના અધિકારીઓ ગાંધીનગરમાં રાજ્યના પ્રતિનિધિઓને મળ્યા અને જાણીતી ટ્રાયથલોન માટેના સ્થળ અંગે ચર્ચા કરી હતી. ધરોઈ આ માટેની પ્રસ્તિવત જગ્યા હોવાનું નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું. 

ગુજરાતને 2023ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. હવે તો આ પહેલી ફૂલ ટ્રાયથલોનનું આયોજન પણ ગુજરાતમાં થશે તો રમતગમતના મોટા આયોજનો માટે ગુજરાત વિશ્વમાં એક મહત્વનું સ્થળ બની જશે. નોંધનીય છે કે જો ધરોઈમાં આયોજનની મંજૂરી મળશે તો દક્ષિણ એશિયામાં પ્રથમ ફૂલ આયર્નમેન ટ્રાયથલોન ગુજરાતમાં યોજાઈ હોવાનું ગૌરવ પણ ગુજરાતને મળશે. અગાઉ હાફ આયર્નમેન ઇવેન્ટ્સ ગોવા, તમિળનાડુ અને કર્ણાટકમાં યોજાઈ ચૂક્યા છે. 

ફૂલ આયર્નમેન ટ્રાયથ્લોન ત્રણ દિવસ સુધી ચાલે છે અને 226 કિમી આવરી લે છે, જેમાં 3.8 કિમી સ્વિમિંગ, 180 કિમી સાયકલિંગ સેગમેન્ટ અને 42.2 કિમી મેરેથોનનો સમાવેશ થાય છે. એવું જાણવા મળ્યું છે કે યોક્સાના અધિકારીઓએ અન્ય વિકલ્પોની સમીક્ષા કર્યા પછી ધરોઈને શોર્ટલિસ્ટ કર્યું છે અને સંકેત આપ્યો છે કે તેમને રૂટ તૈયાર કરવા માટે ઓછામાં ઓછા એક વર્ષનો સમય લાગશે, એટલે કે આ ઇવેન્ટ ડિસેમ્બર 2026 અથવા 2027 ની શરૂઆતમાં યોજાઈ શકે છે.

વધુમાં, સરકાર ધરોઈ ડેમ સાઇટ પર 30 દિવસનો રમતોત્સવ યોજવાનું પણ વિચારી રહી છે જેથી તેને મુખ્ય રમતગમત કાર્યક્રમો માટે કાયમી સ્થળ તરીકે સ્થાપિત કરી શકાય.