ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ ભિખારી પાર્ટી હતી, લોકો પાસેથી સો-સો રૂપિયા ઉઘરાવીને પાર્ટી ચલાવતા ને હવે ગાયોની કતલ કરનારાં પાસેથી ફંડ લે છે. તેમણે કહ્યું કે ભાજપ ગાય કાપવાની ફેક્ટરી પાસેથી ફંડ મેળવે છે. ગાયોના કતલ કરવાની ફેક્ટરી હિન્દુઓની છે. બાપુએ કહ્યું, હિંસા કરાવવા વાળા ગાય કાપનારા પાસેથી ફંડ લે છે.
ગત વર્ષે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા હતા. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં તેમણે ઉમેદવારો પણ ઉભા રાખ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ દારુ મુદ્દે નિવેદન આપ્યુ હતું. મોરારજી દેસાઈ કહેતા હતા કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ ન હોવા જોઈએ. દરબારોમાં સામાન્ય પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય છે. રાજેન્દ્રસિંહે પણ કહ્યું કે તેઓ પાસે પરમિટ છે, દારૂ પીવે છે. અમુક જ્ઞાતિઓમાં સામાન્ય પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય છે તો રાજેન્દ્રસિંહે પણ કહ્યું કે તેઓ પાસે પરમિટ છે અને દારૂ પીવે છે. એમને કીધેલું કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ. અહીં જુદા, બીજે જુદા અને ત્રીજે જુદા અને એમાંથી જે મને ફિટ થયું એ ડોક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડોક્ટરની સલાહ પ્રમાણે એકાદ પેગ લેતા હોય છે. અમારે દરબારોમાં તો આ રૂટીન હોય છે. કોઈ મરી ગયું તો ને લગન હોય તો પણ પીવાય છે.
ઉલ્લેખનીય છે કે,શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.