મુંબઈઃ ઑલિમ્પિક ગેમ્સના બે ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દોડવીર આન્દ્રે દ ગ્રાસને બુધવારે ટાટા મુંબઈ મૅરથનની 21મી સીઝનના ઇન્ટરનૅશનલ ઇવેન્ટ ઍમ્બેસેડર તરીકે નીમવામાં આવ્યો હતો. મુંબઈ મૅરથન 18મી જાન્યુઆરીએ યોજાશે.
વર્તમાન સમયના રનર્સમાં આન્દ્રે દ ગ્રાસનું નામ ખૂબ જાણીતું છે. તે વર્લ્ડ ઍથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસ માટે પ્રેરક પણ બન્યો છે.
તે અત્યંત ઝડપી ફિનિશ માટે, માનસિક દબાણના સમયે મગજને શાંત તથા સ્થિર રાખવાના અભિગમ માટે તેમ જ વિશ્વ-સ્તરે ખેલકૂદની મોટી ઇવેન્ટમાં પોતાનો કસબ બતાવવા માટે પ્રખ્યાત છે.
31 વર્ષીય આન્દ્રે દ ગ્રાસ કૅનેડાનો છે. તેની પાસે કુલ સાત ઑલિમ્પિક મેડલ છે. તેણે મુંબઈ મૅરથનના ઇવેન્ટ ઍમ્બેસેડર બનવા બદલ આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યા છે.