Mon Dec 08 2025

Logo

White Logo

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં : 67.63 ટકા મતદાન

4 days ago
Author: Vipul Vaidya
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રમાં 263 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 67.63 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ધુળે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રમુખ અને કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હતા, એવી માહિતી ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બુધવારે આપવામાં આવી હતી.

મંગળવારે સવારે 7.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી ચૂંટણી યોજાઈ હતી.

રાજ્ય ચૂંટણી પંચે (એસઈસી) બપોરે 3.30 વાગ્યા સુધી (મંગળવારે) નોંધાયેલા મતદાનનો ડેટા પૂરો પાડ્યો હતો, પરંતુ મોડી રાત સુધી અંતિમ આંકડો આપી શક્યું ન હતું.
બુધવારે, એસઈસીએ 67.63 ટકા મતદાનનો અંતિમ આંકડો ઉપલબ્ધ કરાવ્યો હતો.

ઉત્તર મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં ડોંડાઈચા-વરવાડે મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ અને કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હોવાથી, ત્યાં મતદાન યોજાયું ન હતું, એમ પણ તેમાં જણાવાયું છે.
ચૂંટણીમાં શાસક ગઠબંધન ભાગીદારો ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીએ કેટલીક જગ્યાએ એકબીજા સામે ચૂંટણી લડી હતી.

નગરપાલિકાના પ્રમુખો અને સભ્યોની ચૂંટણી માટે 24 અન્ય સ્થાનિક સંસ્થાઓ અને 76 સ્થાનિક સંસ્થાઓમાં 154 સભ્યોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે. બધી જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની મત ગણતરી 21 ડિસેમ્બરે થશે.