Thu Jan 01 2026

Logo

White Logo

ભારતના રેકૉર્ડ-બ્રેક સ્કોર સામે શ્રીલંકા : લડત પછી પરાજિતઃ ભારત 4-0થી આગળ...

3 days ago
Author: Ajay Motiwala
Video

તિરુવનંતપુરમઃ અહીં સિરીઝની ચોથી ટી-20માં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને જીતવા 222 રનનો જે લક્ષ્યાંક આપ્યો હતો એ સામે પ્રવાસી ટીમે જોરદાર લડત આપી હતી, પરંતુ છેવટે ભારતે (India) 2/221નું પોતાનું નવું વિક્રમજનક ટોટલ ડિફેન્ડ કરવામાં સફળતા મેળવી હતી.

શ્રીલંકાની ટીમ 222 રનના ટાર્ગેટ સામે છ વિકેટે 191 રન કરી શકી હતી, ભારતનો 30 રનથી વિજય થયો હતો અને સિરીઝમાં 4-0થી વિજયી સરસાઈ મેળવી હતી. અરુંધતી રેડ્ડી અને વૈષ્ણવી શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં બે વિકેટે 221 રન કર્યા હતા જે હવે ટી-20માં ભારતનો નવો હાઇએસ્ટ સ્કોર (highest score)છે. ઓપનર સ્મૃતિ મંધાના (80 રન, 48 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) અને સાથી ઓપનર શેફાલી વર્મા (79 રન, 46 બૉલ, એક સિક્સર, બાર ફોર) વચ્ચે 15.2 ઓવરમાં 162 રનની ભાગીદારી થઈ હતી જે ભારત માટે નવો વિક્રમ છે.

શેફાલીની વિકેટ બાદ સ્મૃતિ સાથે વિકેટકીપર રિચા ઘોષ (40 અણનમ, 16 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) જોડાઈ હતી અને સ્મૃતિની બીજી વિકેટ બાદ રિચા અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (16 અણનમ, 10 બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે 53 રનની અતૂટ ભાગીદારી થઈ હતી જેને કારણે ભારતીય ટીમ 4/217નો પોતાનો એક વર્ષ જૂનો વિક્રમ (record) તોડી શકી હતી.