Mon Dec 22 2025

Logo

White Logo

રાજસ્થાનના બુંદીમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક પરિવારના ચાર લોકોના મોત

3 days ago
Author: chandrakant Kanoja
Video

બુંદી: રાજસ્થાનના બુંદી જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ ઘટનાની વિગતો મુજબ કાંકરી ભરેલા ટ્રકનું  ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કારને કચડી નાખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 

સમગ્ર કારનો ભુક્કો બોલાયો

આ અકસ્માત અંગે મળેલી વિગતો મુજબ બુંદી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 52 પર કાંકરી ભરેલા ટ્રકનું  ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. તેમજ આ ટ્રક કાર પર પલટી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે સમગ્ર કારનો ભુક્કો બોલાયો હતો. તેમજ તેમાં બેસેલા લોકો ફસાઈ ગયા હતા. આ તમામ મૃતકો એક જ પરિવારના હતા. 


પાંચ લોકો જન્મદિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા 

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે  6:30 વાગ્યે બુંદી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલોર બ્રિજ પાસે થયો હતો. જેમાં ટોંક જિલ્લાના પાંચ લોકો જન્મદિવસની ઉજવણી માટે કાર દ્વારા કોટા જઈ રહ્યા હતા. જયપુરથી કોટા જઈ રહેલા કાંકરી ભરેલો ટ્રક પાછળથી કાર સાથે અથડાયો હતો. જેમાં ટ્રકનું એક ટાયર ફાટી જતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ અક્સ્માતમાં ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકોના મોત થયા છે. 

ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો


આ અંગે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ લક્ષ્મીકાંત મીણાએ જણાવ્યું કે કાર ટ્રક નીચે સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. તેને બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાંબી સમય બાદ  મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.