Thu Jan 01 2026

Logo

White Logo

એરલાઈન્સની મનમાની સામે સરકારની લાલ આંખ : ભાડાની મર્યાદા નક્કી

3 weeks ago
Author: Vimal Prajapati
Video

નવી દિલ્હીઃ ભારતભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હોવાના સમાચાર મળ્યાં છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં અન્ય એરલાઇન્સે ટિકિટના ભાવમાં તોતિંગ વધારો કરી દીધો હતો. ટિકિટમાં ભાવ વધારો કરવામાં આવ્યો હોવાના કારણે મુસાફરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવે આ મામલે સરકારે પણ હસ્તક્ષેપ કર્યો છે. એરલાઈન્સ દ્વારા કોઈ પણ પ્રકારની મનમાની કે લૂંટ કરવામાં ના આવે તે માટે બધા અસરગ્રસ્ત રૂટ પર ભાડાની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. જોકે, નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ભાવ વસૂલ કરવામાં આવશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

અસરગ્રસ્ત રૂટ પર ભાડાની મર્યાદા નક્કી કરાઈ

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોની 2000થી પણ વધારે ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે. જેના કારણે યાત્રીઓ પરેશાન થયા અને સાથે સાથે અન્ય ફ્લાઈટની માંગ પણ વધી હતી. આ તકને લાભ ળઈને એરલાઇન્સ કંપનીઓએ ટિકિટના ભાવમાં 10 ઘણો વધારો કરી દીધો હતો. આ મામલે ઉડ્ડયન મંત્રાયલ દ્વારા હસ્તક્ષેપ કરીને ભાવની મર્દાયા નક્કી કરવામાં આવી છે. આ ભાવ મર્યાદા નક્કી કરવામાં આવતા મુસાફરોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓએ આપ્યા આદેશ

સરકાર દ્વારા સ્પષ્ટ કરી કહેવામાં આવ્યું છે. આવી કોઈ પણ પરિસ્થિતિમાં મુસાફરો પાસેથી મનમાની રીતે ટિકિટના રૂપિયા વસુલી શકાશે નહીં. એટલા માટે જ દરેક પ્રભાવિત રૂટ પર ભાવની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. મંત્રાલય દ્વારા દરેક એરલાઈન્સ કંપનીઓને આ મામલે નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે. આદેશ પ્રમાણે દરેક એરલાઈન્સે કોઈ પણ પ્રકારના અપવાદ વિના નક્કી કરેલા ભાવનું ફરજિયાત પાલન કરવું પડશે. જ્યા સુધી સ્થિતિ સામાન્ય ના થઈ જાય ત્યાં સુધી આ ભાવ મર્યાદા લાગુ રહેશે તેવું મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મંત્રાલય દ્વારા અત્યારે રિયલ ટાઈમ ડેડાના આધારે ટિકિટના ભાડાની કિંમત પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે સાથે જે તે એરલાઈન્સ કંપનીની વેબસાઈટ અને ઓલનાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ પણ પ્રકારની ગરબડ જોવા મળી તો તે એરલાઈન્સ કંપની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.