ઈન્દોરઃ શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીનો મુદ્દો ધીમે ધીમે ગંભીર સમસ્યાનું નિર્માણ કરી રહ્યો છે. દૂષિત પાણી પીવાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.
દૂષિત પાણીને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને પણ 19 થઈ છે, જ્યારે હજુ વધારો થઈ શકે છે, પરંતુ સરકાર જાગીને સૌથી મોટા પગલાં ભર્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન મોહન યાદવે ઈન્દોર નગર પાલિકાના કમિશનર અને એડિશનલ કમિશનરના નામે નોટિસ જારી કરી છે, જ્યારે એડિશનલ કમિશનરને તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાને લખ્યું છે કે આજે સવારના એડિશનલ ચીફ સેક્રેટરી અને અન્ય અધિકારીઓ સાથે દૂષિત પાણી મુદ્દે સરકાર દ્વારા કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી, જ્યારે જરુરી દિશા-નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. એડિશનલ ચીફ સેક્રેટરી દ્વારા વિગતવાર રિપોર્ટ અંગે ચર્ચા કરી છે.
ઈન્દોર મહાનગર પાલિકાના કમિશનર અને એડિશનલ કમિશનરને કારણ બતાવો નોટિસ પાઠવી છે, જ્યારે એડિશનલ કમિશનરને ઈન્દોરથી હટાવ્યા છે, જ્યારે ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ જળ વિતરણ વિભાગનો ચાર્જ પણ પાછો લેવાનો આદેશ આપ્યો છે. ઈન્દોર નગર પાલિકામાં પણ જરુરી હોદ્દા પર અધિકારીઓની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, દૂષિત પાણી મુદ્દે જવાબદાર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવાની સાથે સકારાત્મક કામ કરવાનું જણાવ્યું છે.