મુંબઈઃ આપણામાંથી અનેક લોકો વિવિધ કારણો કે કામ માટે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના હેડ ક્વાર્ટરની મુલાકાત તો ચોક્કસ જ લીધી હશે. જો હા, તો તમને આ મુખ્યાલયની એકદમ સામે જ બ્લેક કલરનો એક સ્ટેચ્યુ પણ જોયો હશે, પણ શું તમને ખબર છે કે આ સ્ટેચ્યુ કોનો છે? આ સવાલનો જવાબમાં નામાં જ હોય તો ચાલો તમને આજે આ સ્ટોરીમાં જણાવીએ આ પૂતળા વિશે...
મહારાષ્ટ્રની રાજધાની અને ભારતની આર્થિક રાજધાની મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનની સામે આવેલા બીએમસી હેડ ક્વાર્ટરની એક્ઝેક્ટલી બહાર એક બ્લેક કલરનો સ્ટેચ્યુ જોવા મળે છે. આ સ્ટેચ્યુ કોનો છે એની વાત કરીએ તો બીએમસી ઓફિસની બહાર જોવા મળતો આ સ્ટેચ્યુ સર ફિરોઝશાહ મેરવાનજી મેહતાનો છે. ફિરોઝશાહ મેરવાનજી મહેતાને મુંબઈ નગરપાલિકાના શાસનના જનક માનવામાં આવે છે.
1872માં મુંબઈ મહાનગરપાલિકા કાયદાનો મસુદા તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેમણે એમાં ખૂબ જ મોટી ભૂમિકા બજાવી હતી, જેને કારણે નાગરિકોને સ્થાનિક પ્રશાસનમાં સ્થાન મળ્યું. એટલું જ નહીં પણ આ સમયે તેમણે મુંબઈના ટેક્સપેયર્સ અને નાગરિકોના હક માટેની લડાઈ પણ લડી હતી. આ સિવાય પાલિકાના નવીન કાયદામાં નાગરિકોનું પ્રતિનિધિત્વ રહે એ માટેના પ્રયત્નો પણ તેમણે કર્યા.
1873માં માં ફિરોઝશાહ મહેતાએ મુંબઈ મહાનગર પાલિકામાં આયુક્ત પદ પણ સંભાળ્યું હતું. આદળ તેમણે ચાર વખત અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. પાલિકાના ધારા-ધોરણને નવી દિશાઓ આપી અને શહેરના વિકાસનો પાયો રચ્યો. આ કારણ જ એ સમયે તેમને મુંબઈના સિંહ તરીકેને એક આગવી ઓળખ પણ મળી.
મંબઈગરાઓને આજે શહેરમાં જે સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે તે માત્રને માત્ર ફિરોઝશાહને કારણે જ એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નહીં ગણાય. તેમણે નાગરિકોના હકની લડાઈ લડી. નાગરી સુવિધા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્ખાને અધિકાર અપાવવાનું ભગીરથ કાર્ય પણ તેમણે પાર પાડ્યું હતું છે.
વાત કરીએ ફિરોઝશાહની તો ફિરોઝશાહ એક ઉચ્ચ ઓળખ ધરાવતા નામાંકિત વકીલ અને ઉત્તમ પ્રશાસક પણ હતા. જેમણે તેમને રહેલાં કાયદાના સખોલ જ્ઞાનનો ઉપયોગ મુંબઈ શહેરના વિકાસ માટે કર્યો અને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ચોક્કસ જ હવે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે. તમે પણ આ માહિતીને ચોક્કસ જ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.