નવી દિલ્હી : ભાજપે દેશ વિરોધી વલણ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબીને ઘેરી છે. ભાજપે વર્ષ 2024 માં રાહુલ ગાંધી અને યુએસ કોંગ્રેસ વુમન શાકોવસ્કી વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાના ન્યુયોર્કના નવા મેયર ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદ વતી એક પત્ર લખ્યો છે. તેમણે અન્ય અમેરિકન સાંસદો સાથે પણ પત્રો લખ્યા છે. તેની બાદ ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધીને ઘેર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફોટો શેર કર્યો
આ મુદ્દે ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એકસ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફોટો શેર કરતા લખ્યું છે કે, રાહુલ ગાંધી - ભારત વિરોધી લોબી કેવી રીતે કામ કરે છે? વર્ષ 2024: શાકોવસ્કી અમેરિકામાં રાહુલ ગાંધીને મળે છે તેની સાથે ભારત વિરોધી ઇલ્હાન ઓમર પણ હોય છે. જાન્યુઆરી 2025: શાકોવસ્કીએ કોમ્બેટિંગ ઇન્ટરનેશનલ ઇસ્લામોફોબિયા એક્ટ રજૂ કર્યો જેમાં સ્પષ્ટપણે ભારતનો ઉલ્લેખ છે. કટ ટુ 2026: શાકોવસ્કી ભારત સરકારને પત્ર લખે છે અને રમખાણો અને હિંસા સંબંધિત કેસમાં UAPA હેઠળ આરોપી ઉમર ખાલિદ વિશે ચિંતા વ્યક્ત કરે છે.
ભારત વિરોધી લોકોની આસપાસ જોવા મળે છે
તેમણે એક્સ પર વધુમાં લખ્યું, કે, જ્યારે પણ વિદેશમાં ભારત વિરોધી વલણ જોવા મળે છે. ત્યારે તેની પૃષ્ઠભૂમિમાં એક નામ વારંવાર દેખાય છે: રાહુલ ગાંધી. જે લોકો ભારતને નબળું પાડવા તેની ચૂંટાયેલી સરકારને બદનામ કરવા અને તેના આતંકવાદ વિરોધી કાયદાઓને નબળા પાડવાનો પ્રયાસ કરે છે. તેમજ ભારત વિરોધી લોકોની આસપાસ જોવા મળે છે.
ઉમર ખાલિદને એક પત્ર લખ્યો હતો
ન્યૂ યોર્કના નવા મેયર મમદાનીએ તિહાર જેલમાં બંધ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને એક પત્ર લખ્યો હતો, જે મમદાનીએ મેયર તરીકે શપથ લીધા તે જ દિવસે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. પત્રમાં મમદાનીએ ઉમર અને તેના પરિવારને મળવાની વાત કરી હતી અને તેમની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.