મોડી રાતથી વહેલી સવારની સવારના ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને અપાર હાલાકી પડશે!
મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગના કામકાજ માટે રેલવે પ્રશાસન રેગ્યુલર બ્લોક રવિવારે લે છે, પરંતુ આવતીકાલે પશ્ચિમ રેલવેમાં ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બ્રિજના કામકાજ માટે 13 કલાકનો નાઈટ બ્લોક હાથ ધરશે, જ્યારે બીજો બ્લોક પ્રભાદેવી બ્રિજના કામકાજ માટે હાથ ધરવામાં આવશે. એક સાથે બે બ્લોક હાથ ધરવામાં આવતા આજે રાતના અનેક ટ્રેનો રદ કરવાની સાથે અનેક ટ્રેનો મોડી દોડશે, જેથી પ્રવાસીઓને મોડી રાતના અને વહેલી સવારના ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.
પશ્ચિમ રેલવેમાં બ્રિજ નંબર પાંચના રિ-ગર્ડરિંગ કામકાજ માટે ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે શનિવાર/રવિવાર એટલે કે 03/04 જાન્યુઆરી, 2026ના રોજ રાતના અગિયાર વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધી UP અને DOWN સ્લો લાઇન પર 13 કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.
બ્લોક દરમિયાન બધી અપ સ્લો લાઇન ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચે UP ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે. ડાઉન સ્લો લાઇન ટ્રેનો ચર્ચગેટ અને માહિમ સ્ટેશનો વચ્ચે DOWN ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે.
પરિણામે બધી ડાઉન સ્લો ટ્રેનો પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાના કારણે મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશનો પર અને અપૂરતી પ્લેટફોર્મ લંબાઈને કારણે લોઅર પરેલ અને માહિમ સ્ટેશનો પર રોકાશે નહીં. બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે અને કેટલીક ચર્ચગેટ ટ્રેનો બાંદ્રા/દાદર સ્ટેશનથી ટર્મિનેટેડ/રિવર્સ કરવામાં આવશે.
ઉપરોક્ત બ્લોકની સાથે પ્રભાદેવી ખાતે આરઓબી તોડી પાડવા માટે ડાઉન સ્લો લાઇન પર 07:30 કલાકનો બીજો જમ્બો બ્લોક 23:30 વાગ્યાથી સવારના 07:00 કલાક સુધી હાથ ધરવામાં આવશે. બ્લોક દરમિયાન મુસાફરોને બાંદ્રા/દાદરથી માહિમ, માટુંગા રોડ, પ્રભાદેવી, લોઅર પરેલ અને મહાલક્ષ્મી સ્ટેશનો તરફ વિરુદ્ધ દિશામાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે.
એ જ રીતે ચર્ચગેટ વગેરેથી માટુંગા રોડ અને માહિમ જવા માંગતા મુસાફરો બાંદ્રા ખાતે ઉતરીને વિરુદ્ધ દિશામાં એટલે કે અપ સ્લો લાઇનમાં તે જ ટિકિટ પર મુસાફરી કરી શકે છે. રદ કરાયેલી ટ્રેનોની યાદી પરિશિષ્ટ-Iમાં આપવામાં આવી છે અને ટૂંકાવેલી /રિવર્સ કરેલી ટ્રેનોની યાદી પરિશિષ્ટ-IIમાં આપવામાં આવી છે.