અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં આવતો રહે છે. જેટલી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ પરિવારના મોટા સદસ્યો જીવતા હોય છે એટલા ઠાઠમાં પરિવારના ટચુકડા મહેમાનો પણ જીવે છે. મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી બંને જણ પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને ખૂબ જ વ્હાલ કરે છે. આમ તો મુકેશ અંબાણી ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને ખૂબ જ વ્હાલ કરે છે પણ તેમને સૌથી વ્હાલો છે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો દીકરો પૃથ્વી. શું તમે જાણો છો કે પૃથ્વી પાછળ મુકેશ અંબાણી કેટલો ખર્ચ કરે છે? ચાલો તમને જણાવીએ...
મુકેશ અંબાણી અને નીતા અંબાણી અવારનવાર પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ સાથે કોઈને કોઈ ઈવેન્ટમાં મોજ-મસ્તી કરતાં જોવા મળે છે અને આના પરથી સાબિત થાય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને ખૂબ જ વ્હાલ કરે છે. વાત કરીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ફેવરેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનની તો તે છે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો દીકરો પૃથ્વી.
અંબાણી પરિવારે ડિસેમ્બર મહિનામાં જ પૃથ્વીનો પાંચમો બર્થડે એકદમ ધામધુમથી ઉજવ્યો હતો. આમ તો અંબાણી પરિવાર કોઈ પણ પ્રસંગની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તમામ ફિલ્મ સ્ટાર્સ અને સેલેબ્સ અંબાણી પરિવારના ઈવેન્ટમાં હાજરી આપે છે. આ વખતે પણ અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વી પાછળ કેટલો ખર્ચ કરે છે?
મુકેશ અંબાણી અને નીતા અંબાણી અવારનવાર વિદેશ જતાં હોય છે અને તેઓ ત્યાંથી પૃથ્વી માટે મોંઘી મોંઘી ગિફ્ટ્સ લાવતા હોય છે. કેટલાક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે પૃથ્વીને પાંચમા જન્મ દિવસ પર મુકેશ અંબાણીએ તેને ખૂબ જ કિંમતી, શાનદાર મોંઘી ગિફ્ટ આપી છે. જોકે, આ ગિફ્ટ શું છે એ વિશે હજી ખુલાસો કરવામાં નથી આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્લોકા અને આકાશ પર જ નહીં પણ નાનકડાં પૃથ્વી પર પણ અંબાણી પરિવાર દર મહિને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પછી એ બાળકોના મોંઘા મોંઘા ગિફ્ટ્સ હોય કે ડિઝાઈનર કપડાં હોય. આ સિવાય પૃથ્વીના એજ્યુકેશન અને સિક્યોરિટી પાછળ પણ સારો એવો ખર્ચ થાય છે અને હા આ બધા વચ્ચે પાછી બાળકો માટેની સ્પેશિયલ ટ્રીપ તો ખરી જ.
2026ની શરૂઆતમાં જ મુકેશ અંબાણી નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ સાથે ભગવાન દ્વારકાધિશના દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા, જેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.