Logo

White Logo

ક્વીન ઑફ એલિગન્સ ઈશા અંબાણી : ના બર્થડે આઉટફિટની કિંમત જાણીને ચોંકી ઉઠશો...

3 days ago
Author: Darshna Visaria
Video


અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. હાલમાં જ આ પરિવાર ઈશા અંબાણી અને આકાશ અંબાણીના બર્થડે સેલિબ્રેશન પર માટે જામનગર પહોંચ્યો હતો. જામનગર ખાતે ફેમિલીએ ખૂબ જ ગ્રાન્ડ સ્ટાઈલમાં ઈશા-આકાશનો બર્થડે પાર્ટી હોસ્ટ કરી, જેમાં બોલીવૂડ સેલેબ્સે પણ હાજરી આપી. હવે સોશિયલ મીડિયા પર આ પાર્ટીના ઈનસાઈડ ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર બર્થડે ગર્લ ઈશા અંબાણીના બર્થડે ડ્રેસની કિંમતને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. ચાલો જોઈએ ઈશા અંબાણીના ડ્રેસની કિંમત અને તેની ખાસિયત વિશે... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં ઈશા અંબાણી રેડ કલરના ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી રહી છે. ઈશાએ ચમકીલા રેડ ક્રોપ ટોપ સાથે મેચિંગ સ્કર્ટ પહેર્યો છે. આ સુંદર આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ અને સ્લિક હેરસ્ટાઈલે ઈશાના લૂકને રોયલ અને એલિગન્ટ ટચ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર ઈશાનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ તો ઈશાને ક્વીન ઓફ એલિગન્સ કહી રહ્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambani Family (@ambani_update)

 

વાત કરીએ ઈશાના આ સુંદર આઉટફિટની કિંમત વિશે તો ઈન્સ્ટાગ્રામ પર જ વાઈરલ થઈ રહેલી એક પોસ્ટમાં આપેલી માહિતી અનુસાર ઈશા અંબાણીનો આ શાનદાર ગાઉન લંડન બેઝ્ડ બ્રાન્ડ સલોનીનો છે. ઈશાના આ વેનિક્સ કેમિલ ક્રોપટોપની કિંમત 39,000 રૂપિયા એટલે કે અંદાજે 444 ડોલર અને આઈડન વેનિક્સ સ્કર્ટની કિંમત 95,000 રૂપિયા એટલે કે 1,084 ડોલર જેટલી છે. આમ ઈશાના કુલ કિંમત 1,34,000 રૂપિયા છે. 

 

 

ઈશા અંબાણી અને આકાશ અંબાણીના બર્થડે પાર્ટીને કારણે જામનગરનું આકાશ રોશનાઈથી એકદમ ઝગમગી ઉઠ્યું હતું. ડ્રોન લાઈટ્સની સાથે બોલીવૂડ સેલેબ્સની હાજરથી જામનગર એકદમ રોશન થઈ ગયું હતું. અરિજીત સિંહે આ ઈવેન્ટને પોતાના સુંદર મધુર કંઠથી એકદમ ખાસ બનાવી દીધી હતી. 

ભાઈસાબ, અંબાણી પરિવારની ઈવેન્ટ હોય અને એની ચર્ચા સોશિયલ મીડિયા પર ના થાય તો જ નવાઈ. અંબાણી પરિવારનું દરેક સેલિબ્રેશન હંમેશાથી ખાસ જ હોય છે, જે જોઈને મહેમાનોની સાથે સાથે નેટિઝન્સ પણ ચોંકી ઉઠે છે. તમે પણ આ ઈવેન્ટની ઝલક ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો અહીં...