Thu Jan 01 2026

Logo

White Logo

શાબાશ પોલીસઃ કાંકરિયા કાર્નિવલમાં ખોલાયેલા : 52 બાળકને શોધી મા-બાપને સોંપ્યા

2 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ શહેરના ખૂબ જ લોકપ્રિય કાંકરિયા કાર્નિવલ 2025ને લોકોનું ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમદાવાદ સહિતના આસપાસના ગામડાના લોકો પણ અહીં મોટી સંખ્યામાં આવે છે. છેલ્લા બે દિવસથી મુલાકાતીઓની ભીડ વધી જતા કાંકરિયાના પ્રવેશદ્વાર બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે આ કાર્નિવલ દરમિયાન પોલીસે પણ સારી કામગીરી કરી છે. કાર્નિવલ દરમિયાન લગભગ 52 બાળક માતા-પિતાથી અલગ થઈ ગયા હતા, પરંતુ પોલીસે તમામ બાળકોના માતા-પિતાને શોધી તેમને સોંપ્યા હતા, તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. 

પોલીસૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગે આ ઘટનાઓ ત્યારે બની હતી જ્યારે માતાપિતાએ કંઈક ખરીદવા, ફોટોગ્રાફ્સ લેવા છોકાઓને પકડ્યા ન હતા કે તેમનો હાથ છૂટ્ટો મૂકી દીધો હતો. બાળકો ડરી ગયા હતા અને ભીડને લીધે મમ્મી-પપ્પાને શોધી શક્યા ન હતા. કાંકરિયા તળાવના કાંઠે ડ્રોન, સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ સહિતની સર્વેલન્સ સિસ્ટમોએ ગુમ થયેલા બાળકોને શોધવામાં મદદ કરી. પોલીસની ખાસ ટીમ અને મહિલા સુરક્ષા માટેની ટીમો બાળકો, વૃદ્ધો અને ભીડમાં એકલા મળી આવેલા અપંગ લોકો પર નજર રાખી રહ્યા છે.  

બાળકો ઉપરાંત, ઘણા વૃદ્ધ મુલાકાતીઓ પણ ભીડમાં ખોવાઈ ગયા હોવાનું અને પછી તેમના પરિવારો સાથે ફરી મળ્યા હોવાના અહેવાલ હતા. પોલીસે ફોન અને પર્સ પણ તેના માલિકને પહોંચાડ્યા હોવાના કિસ્સા છે. 

પોલીસના જણાવ્યા અનુસાર કાંકરિયા તળાવની આસપાસ 237 થાંભલા છે અને દરેક થાંભલા પર એક પોલીસ કર્મચારી તહેનાત છે. જો કોઈ બાળક, વૃદ્ધ કે અપંગ વ્યક્તિ એકલી મળી આવે, તો અમે તરત જ તેમના માતાપિતા કે વાલીઓની શોધ શરૂ કરીએ છીએ. ગુમ થયેલ સૌથી નાનો બાળક દોઢ વર્ષનો હતો અને સૌથી મોટો બાળક 15 વર્ષનો હતો. 52 બાળક ઉપરાંત, ઘણા વૃદ્ધોને પણ તેમના પરિવારો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.