અમેરિકાના હવાઇ ટાપુઓમાં સ્થિત વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક કિલાઉઆ સક્રિય થતા વિસ્ફોટ થયો છે. જેના લીધે આગની લપટો અને લાવા 400 મીટર ઉંચા ઉછળતા જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ દાયકાનો વિશ્વનો સૌથી ગંભીર જ્વાળામુખી વિસ્ફોટ છે.
યુએસ જીઓલોજિકલ સર્વેએ રવિવારે સવારે જાહેરાત કરી હતી કે કિલાઉઆના હાલેમાઉમાઉ ક્રેટરમાં એક પ્રચંડ વિસ્ફોટ શરૂ થયો છે. તેમાંથી સમાંતર લાવા વિસ્ફોટ થઈ રહ્યા છે. જે દરેક લગભગ 400 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે.
An explosion at the southern vent of Kilauea volcano in Hawaii during an eruption sent ash, rock, and lava soaring into the sky, destroying one of the USGS monitoring cameras. pic.twitter.com/FF6wmE5vUC
— Raw Reporting (@Raw_Reporting) December 6, 2025
ત્રણ સમાંતર લાવા વિસ્ફોટ એક સાથે થયો હોવાની પ્રથમ ઘટના
યુએસજીએસના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કિલાઉઆના ઇતિહાસમાં આટલી ઊંચાઈ સુધી ત્રણ સમાંતર લાવા વિસ્ફોટ એક સાથે થયો હોવાની પ્રથમ ઘટના છે. આ અહેવાલ મુજબ શનિવારે રાત્રે 11.45 વાગ્યે જ્વાળામુખી ફાટવાની શરૂઆત થઈ હતી. થોડીવારમાં જ લાવાથી સમગ્ર આકાશ પર લાલ રંગ છવાયો હતો. જો કે વિસ્ફોટ બાદ લાવા સ્થળ સુધી જ મર્યાદિત છે અને જ્વાળામુખી રાષ્ટ્રીય ઉદ્યાનની બહારના કોઈપણ વિસ્તારોને ખતરો નથી. જે પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યો છે.
જાનહાનિ કે મિલકતના નુકસાનના કોઈ અહેવાલ નહી
યુએસજીએસ હવાઈ વોલ્કેનો ઓબ્ઝર્વેટરીના મુખ્ય વૈજ્ઞાનિક કેન હોને જણાવ્યું હતું કે, આ એક અસામાન્ય ઘટના છે. જેમાં બરાબર એક જ ઊંચાઈએ અને ત્રણ લાવા ફૂટી રહ્યા છે , આ એક એવું દૃશ્ય જે પ્રથમ વાર જોવા મળ્યું છે. જે કિલાઉઆની શક્તિ અને સુંદરતા બંનેનો પુરાવો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. આસપાસના વિસ્તારમાં હળવી રાખ ઉડી છે તેથી રહેવાસીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. કિલાઉઆ છેલ્લા કેટલાક વર્ષોથી સતત સક્રિય જ્વાળામુખી છે.