જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. બુદ્ધનો સંબંધ વાણી અને વેપારના કારક માનવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ 2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આ સાથે ગ્રહોના રાજકુમાર બુધનું અંતિમ વખત ગોચર કરી રહ્યા છે. બુધ 2025નું ગોચર કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે અને બુધ શક્તિશાળી યોગ પણ બનાવી રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 29મી સપ્ટેમ્બરના સવારે 7.27 કલાકે બુધ ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિનો સ્વામી ગુરુ છે અને આ રાશિમાં સૂર્ય, મંગળ અને શુક્ર બિરાજમાન છે. આમ ધન રાશિમાં એક સાથે ચાર ગ્રહોની યુતિ થતાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. પ્રોપર્ટી સંબંધિત કામમાં સફળતા મળી રહી છે. વિદ્યાર્થીઓએ આ સમયે મન લગાવીને અભ્યાસ કરવો પડશે તો જ સફળતા મળશે. દૂર રહેતાં કોઈ મિત્ર પાસેથી આ સમયે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. વાણીનો પ્રભાવ વધી રહ્યો છે. જીવનસાથી કે પાર્ટનર સાથેના સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આ સમયે તમારા બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. પર્સનલ લાઈફ માટે આ સમય એકદમ બેસ્ટ છે. કામની વ્યસ્તતા વચ્ચે આ સમયે માતા-પિતાની સેવા માટે પણ સમય કાઢશો.
ધનઃ
ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આ રાશિમાં જ બુધનું ગોચર થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને નોકરી, વેપારમાં પ્રગતિ થઈ રહી છે. રોકાણ માટે આ સમયગાળો એકદમ અનુકૂળ છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પણ પાછું મળી રહ્યું છે. જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે. સંતાન આ સમયે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. પરિવાર સાથે હસી ખુશી સમય પસાર કરશો.