બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હાલમાં તેમની ફિલ્મ તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તુ મેરીને કારણે ચર્ચામાં આવી રહ્યા છે. ફિલ્મ ક્રિસમસ પર એટલે કે 25મી ડિસેમ્બરના રીલિઝ થઈ હતી. ફિલ્મના કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પહોંચ્યા છે. આ એપિસોડના કેટલાક પ્રોમો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. જેમાં કાર્તિક, અનન્યા અને કપિલની કેટલીક મોજ-મસ્તી જોવા મળી રહી છે. જોકે, આ બધા વચ્ચે કાર્તિકે એક ચોંકાવનારો ધડાકો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ધડાકો...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં પ્રોમોમાં જોવા મળે છે કે કપિલ હસતાં હસતાં કહે છે કે આપણે ગમે એટલી વખત હેપ્પી ન્યુ યર કહીએ પણ સાચું ન્યુ યર તો કાર્તિક જેવા લોકોનું હોય છે. હર વખતે નવી ફિલ્મ, નવી હીરોઈન... વીડિયોમાં આગળ કપિલ કાર્તિક અને અનન્યા સાથે ગેમ રમતો પણ જોવા મળે છે. આ સમયે કપિલ કેટલાક સવાલો પૂછે છે અને તેમને જણાવવાનું હોય છે કે એ તેમની નજરમાં ગ્રીન ફ્લેગ છે કે રેડ ફ્લેગ?
કપિલ કહે છે કે રિલેશનશિપમાં હોવા છતાં પણ પોતાની એક્સને કોલ કરવો. અનન્યા આ સાંભળીને રેડ ફ્લેગ ઉઠાવે છે જ્યારે કાર્તિક ગ્રીન ફ્લેગ ઉઠાવીને કહે છે કે હું આવું કરું છું ક્યારેક ક્યારેક. અનન્યા કાર્તિકનો આ જવાબ સાંભળીને અનન્યા માથું હલાવે છે.
વાત કરીએ ફિલ્મ તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તુ મેરી 25મી ડિસેમ્બરના રીલિઝ થઈ હતા. જોકે, એ વાત અલગ છે કે આ ફિલ્મ ધૂરંધરની આંધીમાં આ ફિલ્મ ખાસ કંઈ ટકી શકી નહોતી. પહેલાં દિવસે આ ફિલ્મ 7.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 5.25 કરોડ, ત્રીજા દિવસે 5,5 કરોડ, 5મા દિવસે 1.75 કરોડ, સાતમા દિવસે 1.85 કરોડ, આઠમા દિવસે 1.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ કુલ મળીને આ ફિલ્મની કમાણી અત્યાર સુધી 30.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના એપિસોડમાં ઈન્ડિયન વુમેન્સ ટીમ પહોંચી હતી, જેની ટીઆરપીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ઈન્ડિયન વુમેન્સ ક્રિકેટ ટીમવાળા એપિસોડે ટીઆરપીના મામલામાં પ્રિયંકા ચોપ્રાવાળા એપિસોડને પણ પાછળ છોડી દીધો હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.