Mon Dec 08 2025

Logo

White Logo

રૂ.2000માં રહેવાનું, રૂ.400માં ખાવાનું અને સસ્તામાં શોપિંગ, : ભારતીયોમાં લોકપ્રિય બની રહ્યું આ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન...

Doha   2 weeks ago
Author: Darshna Visaria
Video

દિવાળી હોય કે ઉનાળો હોય કે પછી ક્રિસમસ... વેકેશન આવે એટલે અલગ અલગ વેકેશન ડેસ્ટિનેશનની શોધ શરૂ થઈ જાય છે. છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો ભારતીય પર્યટકોમાં કતરનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે આખરે ભારતીય પર્યટકો પૈસા ખર્ચીને પણ કતર જવાનું કેમ પસંદ કરે છે? ચાલો આજે અમે અહીં તમને આ પાછળના કેટલાક કારણો જણાવીશું... 

ભારતીય ટૂરિસ્ટમાં કતર એક લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરીને સામે આવ્યું છે અને આ પાછળ અનેક મહત્ત્વના કારણો જવાબદાર છે. જેના વિશે આપણે અહીં આ સ્ટોરીમાં વાત કરીશું. કતર ટુરિસ્ટ્સમાં લોકપ્રિય બની રહ્યું છે એનું કારણ છે કરતમાં દરેક વસ્તુ ફેશન, ઈલેક્ટ્રોનિક્સ અને પારંપારિક હસ્તશિલ્પ મળે છે. અહીં લક્ઝરી બ્રાન્ડ્સની ભરમાર છે, જ્યાંથી ઓછા પૈસામાં ભારતીય પર્યટક ખરીદી કરી શકે છે. 

શોપિંગ સિવાય કતર પર્યટકોમાં લોકપ્રિય છે એનું કારણ ત્યાં સરળતાથી પહોંચી શકાય એ પણ છે. ભારતના પ્રમુખ શહેરોમાંથી કતર જવા માટે સીધી ફ્લાઈટ્સ અવેલેબલ છે. શોર્ટ ટ્રિપ માટે કતર એક બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે, એ વાતમાં કોઈ શંકા જ નથી. આ સિવાય ભારતથી કતર જતાં લોકો કેટલાક સરળ નિયમોનું પાલન કરીને 30 દિવસ માટે વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. 

અગાઉ કહ્યું એમ કતર એક બજેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે એટલે અહીંયા બજેટ હોટેલ અને ગેસ્ટ હાઉસની ભરમાર છે. અહીં તમને 2000થી 4000 રૂપિયા પ્રતિ રાતના ભાડા પર સ્ટે ઓપ્શન મળી જાય છે. ભારતીય ટુરિસ્ટના હિસાબથી અહીં ખાવા-પીવાનું ખૂબ જ સસ્તુ છે. લોકલ કેફે અને સ્ટ્રીટ ફૂડ તમને રૂપિયા 400થી રૂપિયા 700માં મળી જશે. 

હરવા ફરવા અને લોકલ સાઈટ સીઈંગ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, મેટ્રો, બસની પસંદગી કરી શકો છે. પાંચથી સાત દિવસની ટ્રિપ દરમિયાન તમારો લોકલ ટ્રાન્સપોર્ટ પર ત્રણેક હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. ટૂંકમાં કતર માટે એવું કહી શકાય કે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા કરવી હોય તો અહીં ફરવા જઈ શકાય. 

રાહ કોની જુઓ છો? હવે ક્રિસમસ કે સમર વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કતરને તમારા લિસ્ટમાં ચોક્કસ સ્થાન આપજો. ખિસ્સાને પરવડે અને એવું ઈન્ટરનેશનલ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે કતર... આ જ કારણો છે કે છેલ્લાં કેટલાક સમયથી ભારતીય પર્યટકો કતર ફરવાનું પસંદ કરી રહ્યા છે.