Thu Jan 01 2026

Logo

White Logo

રાજસ્થાનના જયપુરમાં મસ્જિદ બહાર પોલીસ પર પથ્થરમારો, : પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

6 days ago
Author: chandrakant Kanoja
Video

જયપુર: રાજસ્થાનના જયપુરમાં પથ્થરમારાની ઘટના પ્રકાશમાં  આવી છે. જેમાં શહેરના ચોમું વિસ્તારમાં મસ્જિદની બહારથી પથ્થર દુર કરવા બાબતે વિવાદ થયો હતો. જેના લીધે મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ આ સ્થિતીને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. 

પોલીસ પર પથ્થરમારો શરુ કરવામાં આવ્યો 

આ અંગે મળતી માહિતી મુજબ બસ સ્ટેન્ડ પાસેની  મસ્જિદની બહાર પથ્થર પડ્યા હતા.  જેને મુસ્લિમ સમુદાયની સહમતિથી દુર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે જ અચાનક લોકોએ તેનો વિરોધ શરુ કર્યો હતો. તેમજ મોટી સંખ્યામાં એકત્ર લોકોએ પોલીસ અને વહીવટીતંત્ર વિરુદ્ધ નારેબાજી શરુ કરી હતી. તેમજ થોડી વારમાં જ પોલીસ પર પથ્થરમારો શરુ કરવામાં આવ્યો હતો. જેના લીધે પોલીસે કાર્યવાહી રોકી અને સ્થળ છોડી દીધું હતું. જોકે, લોકો પથ્થરમારો કરતા રહ્યા.  જેના લીધે સમગ્ર રોડ પર પથ્થર અને કાચની બોટલો પડેલી જોવા મળી હતી. 

 

પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા  ઉપયોગ 

જેની બાદ પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.  હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમજ આ વિસ્તારમાં  તણાવને ધ્યાનમાં રાખીને ચોમુંમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. તેમજ  આરોપીઓને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરી રહી છે. પોલીસ ટીમો સ્થાનિક રહેવાસીઓની પણ પૂછપરછ કરી રહી છે.