Thu Jan 01 2026

Logo

White Logo

Salman Khan @ 60: : પોતાના 60મા બર્થડે પર સલમાન ખાન આપશે ફેન્સને કોઈ સ્પેશિયલ સરપ્રાઈઝ?

5 days ago
Author: Darshana Visaria
Video

AI


બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનના જન્મદિવસને લઈને માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2025નો જન્મદિવસ સલમાન માટે અને તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે કારણ કે આવતીકાલે સલમાન ખાન પોતાનો 60મો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે અને એટલે ફેન્સને કંઈક ધમાકેદાર અને સ્પેશિયલ ગિફ્ટ મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ચાલો જાણીએ શું છે આ ધમાકેદાર, સ્પેશિયલ ગિફ્ટ...

બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન આવતીકાલે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ પોતાનો 60મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ માઈલસ્ટોન વર્ષને યાદગાર બનાવવા માટે સલમાન કંઈક મોટું કરવા જઈ રહ્યો છે. અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર સલમાન તેની આગામી અને અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' (Battle of Galwan)ને લઈને કોઈ મોટી એનાઉન્સમેન્ટ પણ કરી શકે છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 27મી ડિસેમ્બરના રોજ સલમાન ખાન પોતાની નવી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નો ફર્સ્ટ લુક અથવા એક નાનકડું ટીઝર રિલીઝ કરી શકે છે. આ ફિલ્મ ભારત અને ચીન વચ્ચે થયેલી ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પર આધારિત હોવાનું કહેવાય છે, જેમાં સલમાન ખાન ફરી એકવાર દેશભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળશે.

ફિલ્મ બેટલ ઓફ ગલવાનની ખાસિયતો વિશે વાત કરીએ તો સલમાન ખાન 'ટાઈગર' સીરીઝ અને 'બજરંગી ભાઈજાન' બાદ સલમાન ફરી એકવાર ગંભીર અને વીરતાપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને ભવ્ય સ્તરે બનાવવામાં આવી રહી છે, જેમાં દર્શકોને ફરી એક વખત અદભૂત એક્શન સીન્સ જોવા મળશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર દર વર્ષે હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડે છે. સલમાન ખાનની ફેન ફોલોઈંગ દેશ-દુનિયામાં ખૂબ જ મોટી છે અને આ વખતે 60મો જન્મદિવસ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી છે. વાત કરીએ સોશિયલ મીડિયાની તો સોશિયલ મીડિયા પર #SalmanKhanBirthday અને #BattleOfGalwan અત્યારથી જ ટ્રેન્ડ થવા લાગ્યા છે.