અમદાવાદઃ શિક્ષણ પ્રધાને 200 અધિકારીની બદલી કરતા હલચલ મચી ગઈ હતી. ક્લાસ-2 અધિકારીઓમાંથી અમુક જિલ્લા કચેરીમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમને પ્રિન્સપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે અમુક પ્રિન્સપાલને વહીવટી પદ સોંપ્યું હતું.
લગભગ 60 પ્રિન્સપાલને જિલ્લા કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે 26 વહીવટી કામ કરતા અધિકારીને ફરી પ્રિન્સપાલ તરીકે બદલી કરી નાખ્યા હતા.
અમદાવાદ, સુરત, ભાવનગર, આણંદ, જૂનાગઢ, રાજકોટ અને અન્ય 11 જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના લગભગ તમામ એજ્યુકેશન ઈન્સ્પેકટરની બદલી કરી નાખવામાં આવી છે. આ સાથે પરીક્ષા અને શિક્ષણ બોર્ડના લગભગ 90 ટકા ક્લાસ-2 અધિકારીની પણ બદલી કરવામા આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે શિક્ષણ વિભાગે ક્લાસ-2 અને ક્લાસ-3ના 440 અધિકારીને પ્રમોશન આપ્યું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.