Mon Dec 08 2025

Logo

White Logo

મહીસાગરમાં અકસ્માત પછી સ્કોર્પિયોમાંથી : 37 લાખનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો

4 days ago
Author: Vimal Prajapati
Video

મહીસાગર: સંતરામપુર તાલુકાના રાફાઈ ગામે એક બ્લેક સ્કોર્પિયો કારનો નીલગાય સાથે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શંકાના આધારે તપાસ કરી તે ચોંકાવનારી વસ્તુ જોવા મળી આવી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કારની પોલીસે તપાસ કરી ત્યારે કારમાંથી મોટા પ્રમાણમાં નશીલો કહેવાતો પદાર્થ પોષ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહીસાગર જિલ્લામાંથી છેલ્લા દસ દિવસમાં બીજી વાર પોષ ડોડાનો જથ્થો મળી આવતા પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે. આખરે કોની રહેમનજર હેઠળ આ બધું થઈ રહ્યું છે? તે દિશામાં પણ તપાસ શરૂ જરૂરી છે. 

કારની તપાસ કરતા પોષ ડોડાનો જથ્થો મળી આવતા ચકચાર

વિગતે વાત કરવામાં આવે તો, દસ દિવસ અગાઉ અકસ્માતમાં કારની તપાસ કરતા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રાફઈ ગામ પાસેથી મોટા પ્રમાણમાં પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજિત 246.7 કિલો પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 37 લાખ થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કાર્યવાહી કરતા પોલીસે કાર, પોષ ડોડા સહિત કુલ મળીને 48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

કારમાંથી મોબાઈલ સાથે એક અલગ નંબર પ્લેટ પણ મળી

પોલીસે પોષ ડોડાનો જથ્થો તો જપ્ત કર્યો હતો પરંતુ આરોપી કાર મૂકીને ભાગી ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે પોષ ડોડાની એક કિલોની કિંમત અંદાજિત 15000 રૂપિયા થાય છે, જેથી અંદાજિત 14 કંતાણના કટ્ટા પોલીસને મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમા કારમાંથી એક મોબાઈલ સાથે એક અલગ નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે આણંદ એફએસએલની ટીમની મદદ લઈ સમગ્ર તપાસ શરૂ કરી હતી. આ સાથે આરોપીને ઝડપી પાડવા માટે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.