Thu Jan 01 2026

Logo

White Logo

યર એન્ડ પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ 367 પોઈન્ટ્સ ગબડ્યો, : જ્યારે નિફ્ટી 26,050થી નીચે સરકી ગયો

5 days ago
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્વિક સ્તરે શેરબજારમાં નાતાલ અને નવા વર્ષ અગાઉની રજાના માહોલ વચ્ચે ઓછા વોલ્યુમ અને નિરસ માહોલ વચ્ચે સ્થાનિક બજારમાં વર્ષના અંતિમ સત્રમાં પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ 367 પોઈન્ટ્સ ગબડ્યો, જ્યારે નિફ્ટી 26,050 થી નીચે સરકી ગયો હતો.

ઓછા વોલ્યુમવાળા કામકાજમાં, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 367.25 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 85,041.45 પોઇન્ટ પર સ્થિર થયો. દિવસ દરમિયાન, તે 470.88 પોઈન્ટ અથવા 0.55 ટકા ઘટીને 84,937.82 સુધી નીચે ગયો હતો. જ્યારે 50 શેરો ધરાવતો નિફ્ટી 99.80 પોઈન્ટ અથવા 0.38 ટકા ઘટીને 26,050ની સપાટી તોડતો 26,042.30 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.બ્લુ ચિપ્સ ઉપરાંતના સેગમેન્ટમાં પ્રદર્શન મિશ્ર રહ્યું, સ્મોલકેપ શેરો અઠવાડિયા દરમિયાન 1.80 ટકા વધ્યા હતા, જ્યારે મિડકેપ શેરોમાં મામૂલી વધઘટ જોવા મળી હતી.

સેન્સેક્સના શેરોમાં, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, ઇટર્નલ, સન ફાર્મા અને ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા, આ દરેક શેર એકથી દોઢ ટકાની વચ્ચે ઘટ્યા હતા. શુક્રવારે થયેલા ઘટાડાએ બેન્ચમાર્ક સૂચકાંકોમાં સાપ્તાહિક સુધારાને પાછળ ઠેલ્યો હતો. જોકે એકંદરે નિફ્ટી બેન્ચમાર્ક અઠવાડિયા દરમિયાન 0.30 ટકા વધ્યો, જ્યારે સેન્સેક્સ 0.10 ટકા આગળ વધ્યો હોવાથી ત્રણ અઠવાડિયાના ઘટાડાને બ્રેક લાગી હતી.

પ્રાઇમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષના અંતિમ દિવસે ભારતમાં ડાયગ્નોસ્ટિક અને સંબંધિત હેલ્થકેર ટેસ્ટ સર્વિસ પ્રોવાઇડર મોર્ડન ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર લિમિટેડ, 31 ડિસેમ્બર, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિગ સાથે મૂડીબજરામાં પ્રવેશ કરશે. બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા આ રૂ.36.89 કરોડના આઇપીઓની પ્રાઇસબેન્ડ રૂ.85થી રૂ. 90 અને મિનિમમ બિડ લોટ 1600 શેરનો છે. ભંડોળનો ઉપયોગ અદ્યતન મેડિકલ સાધનોને ખરીદવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને સેન્ટર્સના નેટવર્કને વિસ્તૃત કરવા માટેના મૂડી ખર્ચ માટે કરવામાં આવશે.

ટાઇટન, એનટીપીસી, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં તેજી રહી હતી. કોલગેટ ઇન્ડિયાને ટેક્સ ઓથોરિટી તરફથી રૂ. 268 કરોડની નોટીસ મળી છે. વેદાંતા લિમિટેડનો શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને 2025માં તે 35 ટકા વધ્યો છે. કોફોર્જ બોર્ડે રૂ. 1815.91 પ્રતિ શેરના ભાવે રૂ. 17,032 કરોડમાં એન્કોરા યુએસ હોલ્ડકો, એન્કોરા હોલ્ડિંગ્સના એક્વિઝિશનને મંજૂરી આપી છે. ટ્રુઝોન સોલાગ બ્રાન્ડ ઓપરેટ કરતી સનટેક એનર્જી સિસ્ટમે સ્ટે્રટેજક ઇન્વેસ્ટમેન્ટ અને સચિન તેંદુલકર સાથે લાંબાગાળાની ભાગીદારી જાહેર કરી છે.

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે નીચા સ્તરે બંધ થયા કારણ કે રોકાણકારોએ રેકોર્ડ ઊંચાઈની નજીક ઓળિયા સરખા કર્યા હતા. આ ઉપરાંત, વર્ષના અંતે પાંખા વોલ્યુમ અને સતત વિદેશી બાહ્યપ્રવાહ સાથે જોખમની ભૂખ ઓછી થવાથી રોકાણકારો કિંમતી ધાતુ તરફ વળ્યા હતા. ઇન્ડેક્સના હેવીવેઇટ્સમાં પાંખી લેવાલી અને પસંદગીયુક્ત વેચાણને કારણે નિરસ સત્ર મંદી સાથે બંધ થયું હતું.

એકંદરે, ભારતીય ઇક્વિટી બજારો સાવચેતીભર્યા, હળવા નકારાત્મક વલણ સાથે ટે્રડ થયા કારણ કે વર્ષના અંતે વોલ્યુમમાં ઘટાડો, મજબૂત વૈશ્વિક ટ્રિગર્સની ગેરહાજરી અને વિદેશી રોકાણકારોના સતત બહારના પ્રવાહને કારણે સેન્ટિમેન્ટ નિયંત્રિત રહ્યું હોવાનું, ઓનલાઈન ટે્રડિગ અને વેલ્થ ટેક ફર્મના સાધનોએ જણાવ્યું હતું. આઇટી, રિયલ એસ્ટેટ અને એનર્જી જેવા ક્ષેત્રોમાં પસંદગીના નફા બુકિગમાં રોકાયેલા રોકાણકારો, જ્યારે પસંદગીના કેટલાક બેંકિગ અને મેટલ શેરોમાં સ્થિતિસ્થાપકતાએ વ્યાપક ઘટાડાને મર્યાદિત કરવામાં મદદ કરી છે.

બીએસઈ સ્મોલકેપ ગેજમાં 0.34 ટકાનો અને મિડકેપ ઇન્ડેક્સમાં 0.18 ટકાનો ઘટાડો થયો છે. ક્ષેત્રીય સૂચકાંકોમાં, બીએસઈ ફોકસ્ડ આઇટી 1.04 ટકા ઘટ્યો, ત્યારબાદ આઇટી (0.89 ટકા), ટેલિકોમ્યુનિકેશન (0.59 ટકા), કેપિટલ ગુડ્સ (0.54 ટકા) અને ઓટો (0.54 ટકા)નો સમાવેશ થાય છે.

બીએસઈ કોમોડિટીઝ અને મેટલમાં વધારો જોવા મળ્યો હતો. રજાઓ દરમિયાન ટૂંકા ગાળાના સપ્તાહમાં, બીએસઈ બેન્ચમાર્ક 112.09 પોઈન્ટ અથવા 0.13 ટકા વધ્યા છે અને નિફ્ટી 75.9 પોઈન્ટ અથવા 0.29 ટકા વધ્યો છે.
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ હકારાત્મક વલણમાં સ્થિર થયા. હોંગકોંગમાં બજારો બંધ રહ્યા. યુરોપમાં શેરબજાર શુક્રવારે બંધ રહ્યા. ગુરુવારે નાતાલ માટે યુએસ બજારો બંધ રહ્યા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. 1,721.26 કરોડના મૂલ્યના ઇક્વિટી વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. 2,381.34 કરોડના શેર ખરીદ્યા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, 0.31 ટકા વધીને 62.43 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

બુધવારે, સેન્સેક્સ 116.14 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 85,408.70 પર બંધ થયો. નિફ્ટી 35.05 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 26,142.10 પર બંધ થયો. ગુરુવારે ક્રિસમસ નિમિત્તે સ્થાનિક શેરબજાર બંધ રહ્યા હતા.
એકંદરે વર્ષના અંતે ટે્રડિગ વોલ્યુમમાં ઘટાડો અને આગામી કમાણી પહેલા સાવચેતીભર્યા વલણને કારણે વ્યાપક નફા બુકિગને પ્રોત્સાહન મળ્યું હોવાથી સ્થાનિક ઇક્વિટી આજે નીચા સ્તરે બંધ થયા હતા. સંભવિત યુએસ-ભારત વેપાર કરાર પર પ્રગતિ જેવા નવા ઉત્પ્રેરકોના અભાવ વચ્ચે સાન્તાક્લોઝ રેલીની આસપાસનો આશાવાદ ઓછો થયો છે, જ્યારે સતત એફઆઇઆઇ આઉટફ્લો ભારતીય રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.