Thu Jan 01 2026

Logo

White Logo

મંગળવારે શેરબજારની સુસ્ત શરૂઆત: : જાણો ક્યા શેર ઘટ્યા અને ક્યા વધ્યા

2 days ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેર બજારે સામાન્ય ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 94 પોઈન્ટના ઘટાડા સાથે 84,600 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 1 પોઈન્ટના ઘટાડા સાથે 25,940 પર ખુલ્યો.

બજાર ખુલતા સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 5 કંપનીઓના શેર વધારા સાથે અને 23 કંપનીઓના ઘટાડા સાથે કરોબાર કરી રહ્યા હતાં, જ્યારે રિલાયન્સ અને પાવરગ્રીડના શેર કોઈપણ ફેરફાર વિના ખુલ્યા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી, 14 કંપનીઓના શેર વધારા સાથે અને 35 કંપનીઓના શેર ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો, જ્યારે 1 કંપનીના શેર કોઈ ફેરફાર વગર ખુલ્યા. 

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર સૌથી વધુ વધારો BEL ના શેરમાં નોંધાયો, તેમાં 0.53 %નો વધારો નોંધાયો, જ્યારે એટર્નલ ના શેર સૌથી વધુ 0.80 %નો ઘટાડો નોંધાયો.

શેરમાં વધારો-ઘટાડો:
સેન્સેક્સ પર એક્સિસ બેંકના શેરમાં 0.12 %, ITCના શેરમાં 0.10 %, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.04 % અને ICICI બેંકના શેર 0.01 % નો વધારો નોંધાયો. 

ટાઇટનના શેરમાં 0.60 %, L&Tના શેરમાં 0.58 %, ટાટા સ્ટીલના શેરમાં 0.52 %, ઇન્ફોસિસના શેરમાં 0.43 %, SBIના શેરમાં 0.38 %, TCSના શેરમાં 0.37 %, NTPCના શેરમાં 0.35 %, ભારતી એરટેલના શેરમાં 0.26 %, ટ્રેન્ટના શેરમાં 0.25 %, બજાજ ફાઇનાન્સના શેરમાં 0.24 %, અદાણી પોર્ટ્સના શેરમાં 0.21 %, ઇન્ડિગોના શેરમાં 0.21 %, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.21 %, સન ફાર્માના શેરમાં 0.21 %, HDFC બેંકના શેરમાં 0.18 %, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.18 %, HCL ટેકના શેરમાં 0.15 %, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.13 %, મારુતિ સુઝુકીના શેરમાં 0.12 %, ટેક મહિન્દ્રાના શેરમાં 0.11 %, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.08 % અને બજાજ ફિનસર્વના શેરમાં 0.01 % ઘટાડોનો ઘટાડો નોંધાયો.

યુએસ બજારના હાલ:
ગઈ કાલે સોમવારે યુએસ શેર માર્કેટ્સ ઘટાડા સાથે બંધ થયા હતાં. S&P 500 24.20 પોઈન્ટ(0.3%) ઘટાડા સાથે 6,905.74 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 249.04 પોઈન્ટના ઘટાડા સાથે 48,461.93 પર બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 118.75 પોઈન્ટના ઘટાડા સાથે 23,474.35 પર બંધ થયો હતો.

એશિયન બજારની સામાન્ય શરૂઆત:
આજે મંગળવારે એશિયન બજારોની શરૂઆત પણ સાધારણ રહી, શરૂઆતના કારોબારમાં MSCI Inc.નો એશિયા પેસિફિક ઇન્ડેક્સમાં 0.1%નો ઘટાડો નોંધાયો, જાપાનના ટોપિક્સ 0.3%નો વધારો નોંધાયો, ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200માં 0.1%નો વધારો નોંધાયો અને યુરો સ્ટોક્સ-50 ફ્યુચર્સમાં 0.1%નો ઘટાડો નોંધાયો. 

પેટ્રોલીયમના ભાવ વધ્યા:
યુએસના પ્રતિબંધોને કારણે વેનેઝુએલાએ કેટલાક પ્રદેશમાં પેટ્રોલીયમનું ઉત્પાદન બંધ કર્યું છે, જેને કારણે પેટ્રોલિયમના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. સોમવારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટમાં 2.4% નો મોટો ઉછાળો નોંધાયો હતો, જે $58 પ્રતિ બેરલની નજીક ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ $62 ની નીચે બંધ થયો હતો. 

ગઈ કાલે ભારતીય બજારો ઘટાડા સાથે બંધ થયા:
ગઈ કાલે સોમાવરે ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 345.91 પોઈન્ટના ઘટાડા સાથે 84,695 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 25,942 પર બંધ થયો હતો.