મુંબઈ : વૈશ્વિક સકારાત્મક વલણો વચ્ચે આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. જેમાં શરૂઆતી કારોબારના સેન્સેક્સ 115.8 પોઈન્ટ વધીને 85,640.64 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી 40.7 પોઈન્ટ વધીને 26,217.85 પર ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં સેન્સેક્સની કંપનીઓ બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અદાણી પોર્ટ્સ અને એટરનલના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જયારે ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને સન ફાર્માના શેરના ભાવ ઘટ્યા હતા.
એશિયન બજારોમાં પણ વધારો
આ ઉપરાંત એશિયન બજારોમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આરબીઆઈ ડોલર-રૂપિયા સ્વેપ ઓક્શન કરશે
આ દરમિયાન આરબીઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે તે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા 2 લાખ કરોડની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે અને રૂપિયા 10 બિલિયનની ડોલર-રૂપિયાનું સ્વેપ ઓક્શન કરશે. ઓપન માર્કેટ ઓપરેશન્સ ખરીદી અને સ્વેપ ઓક્શન 29 ડિસેમ્બર, 2025 અને 22 જાન્યુઆરી, 2026 ની વચ્ચે હાથ ધરવામાં આવશે. આ જાહેરાતની અસરથી માર્કેટના સેન્ટીમેન્ટમાં સુધારો થયો છે.