Fri Jan 02 2026

Logo

White Logo

ઈશા અંબાણીના આ ડાર્ક ગ્રીન કલરના : મિની ડ્રેસની કિંમત જાણો છો?

2 weeks ago
Author: darshna visaria
Video

અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી પોતાની ફેશન સેન્સ અને સ્ટાઈલને કારણે ચર્ચામાં આવતી રહી છે. કોઈ પણ ઈવેન્ટ હોય ઈશા અંબાણી કંઈક હટકે અને અલગ અંદાજમાં ના જોવા મળે તો જ નવાઈ પછી એ ટ્રેડિશનલ આઉટફિટની વાત હોય કે વેસ્ટર્ન લૂકની. હાલમાં જ ઈશા અંબાણીનો એક શોર્ટ ડ્રેસમાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેનો કિલર અંદાજ જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી અને તેની કિંમત સાંભળીને તો હોંશ ઉડી જશે. ચાલો જાણીએ શું છે ખાસ ઈશા અંબાણીના લૂકમાં ખાસ... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ઈશા અંબાણીના લેટેસ્ટ ફોટોમાં તેનો કિલર અને સ્ટાઈલિસ્ટ અવતાર જોવા મળી રહ્યો છે. ઈશા અંબાણી આ ફોટોમાં ગ્રીન રંગના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ જોઈને ફેશન લવર્સ દિવાના બનાવી દીધા હતા. ફોર એ ચેન્જ ઈશા અંબાણીએ પોતાના દેસી અને કેઝ્યુઅલ અવતારને છોડીને પૂરો ગ્લેમ લૂક અપનાવ્યો હતો અને કહેવાની જરૂર ખરી કે ઈશા આ લૂકમાં સુંદર લાગી રહી હતી. 

ઈશાએ ડાર્ક ગ્રીન કલરની સિલ્કનો મિની ડ્રેસ પહેર્યો હતો. રાઉન્ડ હાઈ નેકલાઈનવાળી મિની ડ્રેસની ફિટિંગ લૂઝ હતી, જેણે ઈશાને રિલેક્સ રહેવાનો મોકો આપ્યો હતો. ફૂલ સ્લીવ્ઝથી લઈને શોલ્ડર સ્ટ્રક્ચર અને મિની હેમલાઈન સુધી બધું એકદમ ઓન પોઈન્ટ હતું. ઈશા અંબાણીનો આ આઉટફિટ જાણીતી બ્રાન્ડ સેન્ટ લોરેન્ટનો છે અને તેની કિંમત તમારા હોંશ ઉડાવશે. 

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ડ્રેસ અંદાજે 4,550 ડોલર એટલે કે લગભગ 4,09,105 રૂપિયાનો છે. જી હા સાચું વાંચ્યું તમે એકલા ડ્રેસની જ કિંમત ચાર લાખ રૂપિયાથી ઉપર છે. ઈશાએ આ લૂકને ખાસ બનાવવા માટે નેટેડ સ્ટોકિંગ્સ અને બ્રાસથી બનેલો ગોલ્ડ હાર્ટ શેપનો મિનૌડિયર ક્લચ સ્ટાઈલ કર્યો હતો. આ બંને વસ્તુએ ઈશાના લૂકમાં ગ્લેમરનો તડકો લગાવ્યો હતો. 

આ સુંદર આઉટફિટ સાથે ઈશાએ પંપ હિલ્સ સ્ટાઈલ કર્યા હતા અને એસેસરીઝમાં ઈશાએ ગોલ્ડન બ્રેસલેટ અને ઈયરરિંગ્સ પહેર્યા હતા. તમે પણ ઈશા અંબાણીનો આ ગ્લેમરસ અવતાર ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...