ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેની એક્ટિંગની સાથે સાથે ફિટનેસ અને એવરગ્રીન બ્યુટીથી આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. 45 વર્ષની શ્વેતાને જોઈએ તો તે કોઈ પણ એન્ગલથી 45 વર્ષની નથી લાગતી અને શ્વેતા તેની દીકરી પલક તિવારીની મોટી બહેન જેવી લાગે છે. પલક તિવારીની વાત કરીએ તો તે પણ બોલીવૂડમાં પોતાની જગ્યા બનાવી રહી છે. એકંદરે વાત કરીએ તો આ મા-દીકરીની જોડી તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે લોકપ્રિય છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે 45ની માતા અને 25ની પુત્રીનું રૂટિન એકબીજાથી ઘણું અલગ છે.
પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના મિની વ્લોગ દ્વારા ચાહકોને તેના રૂટિનની ઝલક આપે છે. હાલમાં જ પલકે શેર કર્યું હતું કે તે ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પણ અમુક ચોક્કસ કામ કરવાનું જરાય ભૂલતી નથી અને તે એની હેલ્ધી લાઈફસ્ટાઈલનું પણ એક કારણ પણ છે. ચાલો તમને જણાવીએ-
પલક તિવારીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ઓઈલ પુલિંગ કરે છે અને તમારી જાણ માટે કે ઓઈલ પુલિંગના અનેક ફાયદાઓ છે જેમ કે પ્લક ઘટે છે, દુર્ગંધ દૂર થાય છે પેઢા મજૂબત બને છે. આ સિવાય પર એક ગ્લાસ ગરમ પાણી પીવાનું રાખે છે. ખાલી પેટે ગરમ પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે, શરીરના ઝેરી તત્વો (ટૉક્સિન્સ) બહાર નીકળે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.
શ્વેતા તિવારીની જેમ જ પલકની સ્કીન પણ ખૂબ જ ગ્લોઈંગ છે. પલક દરરોજ સવારે ફેસ મસાજ કરવાનું ચૂકતી નથી. સવારે ફેસ મસાજ કરવાથી ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. તે કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે, ત્વચાને લાંબા સમય સુધી જુવાન રાખે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે. આનાથી તણાવ પણ ઓછો થાય છે અને ખીલની સમસ્યામાં રાહત મળે છે.
શ્વેતા તિવારી સવારે રનિંગ, સાયકલિંગ અને જીમમાં ભારે વર્કઆઉટ કરવા માટે જાણીતી છે. જ્યારે પલક તિવારીનું વર્કઆઉટ રૂટિન કંઈક આવું છે. પલક મોટાભાગે સાંજના સમયે જીમમાં જાય છે. તે કાર્ડિયો એક્સરસાઇઝ અને ટ્રેડમિલ પર વોક કરવાનું પસંદ કરે છે. પલક જણાવે છે કે તેને જમવાનો ઘણો શોખ છે (Foodie), તેથી તે જીમમાં કેલરી બર્ન કરીને ડાયટ અને ફિટનેસ વચ્ચે બેલેન્સ જાળવી રાખે છે.
વાત કરીએ શ્વેતા તિવારીના રૂટિનની તો તેના દિવસની શરૂઆત રનિંગ, સાયકલિંગથી થાય છે, ત્યાર બાદ તે પણ દીકરી પલકની જેમ જ ઓઈલ પુલિંગ અને સ્કીન કેર પર ધ્યાન આપે છે. જોકે, બંનેમાં એક વાત સમાન છે – શિસ્ત અને નિયમિતતા. પલક તિવારીનું આ રૂટિન દર્શાવે છે કે માત્ર જીમ જ નહીં, પણ સવારની નાની-નાની આદતો પણ તમારી સુંદરતા અને સ્વાસ્થ્યમાં મોટો તફાવત લાવી શકે છે.