Mon Dec 08 2025

Logo

White Logo

ફેશનઃ નાણાવટી રે : સાજન બેઠું માંડવે...

3 days ago
Video

- ખુશ્બુ મુલાણી ઠક્કર

લગ્નના મુહૂર્ત ચાલે જ છે, અને  લગ્નના  ગીત વગર જ બધાજ લગ્ન અધૂરા છે. તેવી જ રીતે પાનેતર વગર ક્નયા  અધૂરી છે. દરેક યુવતીનું એક જ સપનું હોય કે હું લગ્નમાં શું  પહેરીશ ? દરેક યુવતીનું સપનું હોય કે માં પાનેતર કેવું હશે. પાનેતરનો ચોક્કસ કલર કોમ્બિનેશન હોય છે સફેદ અને લાલ. પાનેતર સાથે લો બન, દામણી અને લાલ કલરનો ચાંદલો એક ટિપિકલ અને ટ્રેડિશનલ લુક આપે છે, પરંતુ હવે સમય બદલાયો છે અને સાથે ફેશન પણ. ફેશન સાથે યુવતીઓનું મગજ પણ બદલાયું છે. હવે યુવતીઓને ટીપિકલ લુક નથી જોઈતો પરંતુ કંઈક અલગ પહેરવું છે જે ટ્રેડિશનલ લુક પણ આપે અને થોડું અલગ પણ લાગે. એટલે કે, ચણિયા ચોળી.

એમાં પણ અલગ અલગ ઓપશન આવે છે જેમકે, લગ્નમાં પહેરવાના છે એટલે લાલ કલરના જ હોવા જોઈએ. એવું નથી. હવે પેસ્ટલ શેડના ચણિયા ચોળી પણ યુવતીઓ પહેરે છે. ઘણી યુવતીઓ પોતાના લગ્નના ડ્રેસ માટે લાલ કલર જ પસંદ કરે છે. લાલ કલર એ સૌભાગ્યની નિશાની છે અને પ્રેમનું પ્રતીક છે.

ઘણી યુવતીઓ પિન્ક અને રાની કલર પર પોતાની પસંદગી કરે છે. પાનેતર પહેરવા વાળો વર્ગ અને ચણિયા ચોળી પહેરવા વાળો વર્ગ આખો અલગ જ છે. ચણિયા ચોળીમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે જેમકે, અમુક ચણિયા ચોળીમાં ટ્રેલ હોય છે. ઘણી યુવતીઓ બ્લાઉઝની બદલે જેકેટ પહેરવાનું પસંદ કરે છે. અને તેની પર પાતળો બેલ્ટ પહેરે છે. બેલ્ટના કલરની પસંદગી ડ્રેસના કલર કોમ્બિનેશનના હિસાબે કરવામાં આવે છે.  

પહેલા એવો ટ્રેન્ડ હતો કે, પાનેતરમાંથી ચણિયા ચોળી બનાવવામાં આવતા. જે એક ટિપિકલ લુક જ આપે છે. 
પાનેતરમાંથી બનાવેલા ચણિયા ચોળી લાગે ખૂબ જ સુંદર પણ ખ્યાલ આવી જાય કે, આ ચણિયા ચોળી પાનેતરમાંથી બનેલા છે. પરંતુ હવેના ચણિયા ચોળી પ્રોપર ડિઝાઇન કરેલા હોય છે. ચણિયા ચોળીનો કલર ક્નયાના સ્કિન ટોનને આધારે સિલેક્ટ કરવામાં આવે છે. અને કન્યાના હાઈટ બોડીને આધારે ચણિયા ચોળીમાં કરવામાં આવતા વર્કની ડિઝાઇન સિલેક્ટ કરવામાં  આવે છે. આ આખા ડ્રેસમાં 2 દુપટ્ટા હોય છે એક ગુજરાતી સ્ટાઈલમાં પહેરવાનો હોય છે અને બીજો દુપટ્ટો ટ્રાન્સપેરન્ટ હોય છે અને તે દુપટ્ટાને માથા પર પહેરવામાં આવે છે.

બ્રાઇટ કલરના ચણિયા ચોળી તો સૌ પહેરે જ છે પરંતુ આજકાલની કન્યા પેસ્ટલ કલરના ચણિયા ચોળી પહેરવાનું વધારે પસંદ કરે છે. હવેની કન્યાઓનું એમ માનવું છે કે, લગ્નમાં લાલ કલર જ કેમ પહેરવાનો? બીજા અલગ અલગ લાઈટ શેડના કલર પણ છે. હવેની ક્નયા દુપટ્ટાને પણ અલગ રીતે ડ્રેપ કરાવે છે. એમ કહી શકાય કે આખો ટ્રેન્ડ જ બદલાઈ ગયો છે.

આજકાલની કન્યાઓ ફક્ત ડ્રેસ નહિ, પરંતુ આખી પર્સનાલિટી કેવી દેખાશે તેનો પણ ખાસ વિચાર કરે છે. પહેલા જ્યાં માત્ર લાલ, રાની અને મન કલરના ચણિયા ચોળીનું બોલબાલા  હતી, હવે તેના બદલે લવન્ડર, સ્કાય બ્લુ, પાવડર પિન્ક, મિન્ટ ગ્રીન, પીચ, લાઇલેક જેવા પેસ્ટલ શેડને યુવતીઓ અદ્ભુત રીતે કેરી કરે છે. પેસ્ટલનો સૌમ્ય લુક અને ફોટોમાં આવતો રોયલ લુક કન્યાઓને ખૂબ આકર્ષે છે. ખાસ કરીને આઉટડોર ફોટોશૂટમાં પેસ્ટલ શેડનો ચમકતો ગ્લો કન્યાના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી દે છે.

ડિઝાઇનિંગમાં પણ ઘણાં નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે. જેમ કે મિરર વર્ક, કટી-વર્ક, સિક્વીન વર્ક, હેન્ડ-એમ્બ્રોઇડરી, જરી અને રેશમનું કોમ્બિનેશન આ બધું આજકાલના ચણિયા ચોળીને વધુ ગ્રાન્ડ બનાવે છે. ઘણા ડિઝાઈનર્સ હવે * વેલીકરા કઢાઈ, કોચ વર્ક, મિનાકારી પેટર્ન, જ્યોમેટ્રિક મોડર્ન ડિઝાઇન* વગેરે ઉમેરે છે જેથી ચણિયા ચોળીને સંપૂર્ણ મોડર્ન-ટ્રેડિશનલ ફ્યુઝન લુક મળે.

બ્લાઉઝની સ્ટાઈલમાં પણ ક્નયાઓ ખૂબ એક્સ્પેરિમેન્ટ કરે છે. કેપ સ્લીવ્સ, ફુલ સ્લીવ્સ, હાઇ નેક, જેકેટ સ્ટાઈલ, ઓફ-શોલ્ડર, પેપલમ બ્લાઉઝ, વગેરે જેવા અનેક વિકલ્પો હવે લગ્નના ચણિયા ચોળીમાં જોવા મળે છે. ક્યારેક તો કન્યા પોતાના નામના ઇનીશિયલ અથવા લગ્નની તારીખ સ્લીવ્સ અથવા નેક પર એમ્બ્રોઇડ કરાવતી હોય છે, જે આખા ડ્રેસમાં પર્સનલ ટચ ઉમેરે છે.

લુકને સંપૂર્ણ બનાવવા માટે જ્વેલરી પણ મહત્ત્વની છે. હવેની કન્યા ભારે સોના કરતાં પોલ્કી, કુન્દન, મીણા વર્ક, પેસ્ટલ બીડ્સની મલ્હાર હાર, માથાપટ્ટી, નથ અને નાજુક કંગન પહેરવાનું પસંદ કરે છે. જ્વેલરીનો કલર-ટોન પણ ડ્રેસના શેડને અનુરૂપ હોય તેવું યુવતીઓ ખાસ ધ્યાન આપે છે.

નવો યુગ માત્ર કપડાંમાં નહિ, પણ આખી સ્ટાઇલિંગમાં બદલાયો છે. દરેક ક્નયા ઇચ્છે છે કે તેણીનો લુક અનોખો લાગે, ફોટો આકર્ષક આવે અને યાદગાર બને. એટલે હવે કન્યાઓ ટ્રેડિશનલનો ટેસ્ટ પણ રાખે છે અને ફેશનનું ટચ પણ ઉમેરે છે. આ છે આજના સમયમાં કન્યાના લુકની સાચી ઓળખ-ક્લાસિક પણ, મોડર્ન.