Mon Dec 08 2025

Logo

White Logo

ભાવનગરમાં મહિલા સહાયતા કેન્દ્રની : મદદથી એક છોકરીની છેડતી અટકી

3 days ago
Author: Tejas
Video

 

અમદાવાદઃ મહિલાઓ પર થતાં અત્યાચારો જેવી કે, ઘરેલું હિંસાની ઘટનાઓમાં મહિલા સહાયતા કેન્દ્ર, ભોગ બનનાર મહિલાઓની મદદે આવતા હોય છે અને ભોગ બનનાર મહિલાઓને ન્યાય અપાવવાના પ્રયત્નો કરી પીડિત મહિલાઓને ન્યાય અપાવવાની કામગીરી કરે છે ત્યારે ભાવનગર મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી ફરી એકવાર પ્રકાશમાં આવી હતી. 

જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર ખાતે 8 નવેમ્બરના રોજ એક બહેન તેની 17 વર્ષની દિકરીને સાથે લઇને આવ્યા હતા. તેઓને વકીલ દ્વારા આ સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. આ 17 વર્ષની દિકરીએ કહ્યું હતું કે તેને આ સેન્ટરની મદદની જરુર છે, સેન્ટર ખાતે ફરજ બજાવતા કાઉન્સેલર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું તથા તેમની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે તેમ જણાવતા તે 17 વર્ષની કિશોરીએ જણાવ્યું હતું કે તે છોકરી કોઇ 20 વર્ષના છોકરા સાથે વાતચીત કરતી હતી, પરંતુ તે છોકરો સારો નથી, તેની તેને જાણ થતા તેણે પોતાની ઇચ્છાથી તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

જે બાદ છોકરો બીજા લોકોને તેના ફોટા બતાવી અને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મિડિયાની એપ્લીકેશનમાં તેના ફોટોગ્રાફ્સ પોસ્ટ, વાયરલ કરી તેને બદનામ કરે છે. તેથી કિશોરીની અરજી લેવામાં આવી હતી અને તે છોકરાને મહિલા સહાયતા કેન્દ્ર ખાતે બોલાવી કાઉન્સેલર દ્વારા સમજાવામાં આવ્યું કે તે આ કિશોરીને પરેશાન કરવાનું છોડી દે, નહીંતર તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

આમ, આ છોકરાને વારંવાર સમજાવવા છતાં તે છોકરો સમજતો ન હતો, તે કહેતો હતો જે થાય તે કરી લ્યો, પરંતુ હું તો તેને પ્રેમ કરુ છું, તે માટે ફોટો તો મુકીશ જ, ત્યારે કાઉન્સેલર દ્વારા તે છોકરાને PI (પોલીસ ઇન્સ્પેકટર)  એ. ડી. ખાંટ  પાસે લઇ જવામાં આવ્યો. P.I. દ્વારા પોક્સો એક્ટ દાખલ કરવા કહેવામાં આવ્યું એટલે તે માની ગયો અને તેના બન્ને ફોનને ફોર્મેટ કરવામાં આવ્યા તથા ઇન્સ્ટાગ્રામ આઈ. ડી. માંથી તેના ફોટાગ્રાફ્સ ડિલીટ કરવામાં આવ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાયદાની સમજ આપવામાં આવી.

જોકે છોકરો ન માનતા તેને પોલીસ અધિકારી પાસે લઈ જવાયો હતો. તેને  પોક્સ એક્ટની સમજ આપી હતી અને ત્યારબાદ તેના બન્ને ફોનને ફોર્મેટ કરવામાં આવ્યા હતા. સાથે સોશિયલ મીડિયા પરથી કિશોરીના ફોટા ડિલીટ કરવામાં આવ્યા હતા. આ સાથે તેણે હવે આવી હરકત ન કરવાની લેખિત બાંહેધરી આપી હતી.