Tue Dec 16 2025

Logo

White Logo

ફોકસઃ હાફ કૂક ફૂડનો ટ્રેન્ડ આરોગ્ય : માટે કેટલો જોખમી?

5 hours ago
Author: mumbai samachar teem
Video

નિધિ ભટ્ટ

આજના ઝડપી જીવનમાં દરેક માણસ સમય બચાવવાની દોડમાં છે. ખાસ કરીને નોકરી અને ઘરના કામ વચ્ચે સંતુલન જાળવતા લોકો સહજ રીતે ઇન્સ્ટન્ટ, રેડી ટુ કૂક  અથવા હાફ કૂક ખોરાક તરફ આકર્ષાય છે. હાલ્ફ કૂક ફૂડ એટલે કે જે ફૂડને અડધું રાંધવામાં આવે અને ત્યાર બાદ તેમાં પ્રિઝર્વેટીવ એડ કરી વેચવામાં આવે. બજારમાં તૈયાર મસાલા, પરાઠા, મોમોસથી લઈને  નાસ્તા, શાક, સૂપ  સુધી અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે. આવા ખોરાક બનાવવા સરળ છે, ગેસ ઓછો વપરાય અને સ્વાદ પણ સરસ આવે છે એટલે મોટેભાગે લોકો તેની તરફ દોડી રહ્યા છે, પરંતુ શું આ સગવડતા પાછળ કોઈ જોખમ છુપાયેલું નથી? આ સગવડતા કેટલી હેલ્થી છે?

અડધા રાંધેલા ખોરાકમાં છુપાયેલું જોખમ

હાફ કૂક ફૂડનું સૌથી મોટું જોખમ છે બેક્ટેરિયા. યોગ્ય તાપમાન પર સંપૂર્ણપણે ન રાંધાતા ખોરાકમાં Salmonella, E.coli જેવા બેક્ટેરિયા રહી શકે છે જે ફૂડ પોઈઝનિંગથી લઈને પેટમાં દુખાવો, ડાયરિયા અને તાવ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. ખાસ કરીને હાફ કૂક નોનવેજ, ઈંડા અને દરિયાઈ ખોરાક તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર કરે છે.

બીજુ જોખમ છે પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ. Ready-toeat અથવા ready-to-cook ફુડની Shelf life ફૂડની જવયહર હશરય વધારવા માટે તેમાં વધારે પ્રમાણમાં કેમિકલ્સ  ઉમેરવામાં આવે છે જે લાંબા ગાળે લીવર, કિડની તેમજ હોર્મોનલ સિસ્ટમને અસર કરે છે.

મસાલા અને તેલનો ઓવરડોઝ

આવા ખોરાકમાં લગભગ બધામાં જ વધુ મીઠું, વધુ તેલ અને વધુ મસાલા હોય છે જેથી પ્રોડક્ટ ચાખવામાં વધુ મઝેદાર લાગે, પરંતુ સતત આવા ખોરાક લેવાની આદત હાઈ બીપી, હાર્ટ અટેક અને ઓબેસિટી સુધી લઈ જઈ શકે છે.

બાળકો પર ડાયરેક્ટ અસર

આજકાલ બાળકોમાં જન્ક ફૂડ, નૂડલ્સ, નૃગેટ્સ, મોમોસ જેવી વસ્તુઓ ખાવાની ટેવ વધી રહી છે. માતા-પિતા પણ ટાઈમના કારણે તેમને સહજ રીતે રેડી ફૂડ સર્વ કરી દે છે. પરિણામે બાળકોમાં આયર્નની ખામી, પાચન સમસ્યા અને કમજોર રોગપ્રતિકારક શક્તિ જોવા મળે છે.

* હાફ કૂક ખાવાનું ટાળો, સંપૂર્ણ રાંધો.
* ખોરાક હંમેશાં સારી રીતે રાંધો.
* ખાસ કરીને ચિકન, ઈંડા, ફિશ ક્યારેય અર્ધારાંધેલાં ના જમો.
* ફ્રોઝન પેકેટ ખોરાકને સારી રીતે ગરમ કરો.
* બાળકોને શક્ય તેટલો ઘરેલુ તાજો ખોરાક આપો.

હાફ કૂક ફૂડ સગવડ છે, પરંતુ આરોગ્ય કરતાં સહેલાઈ મોટી નથી. થોડો સમય વધારે કાઢીને પણ તાજું ઘરે રાંધેલો ખોરાક બનાવવા અને ખાવાની આદત આરોગ્ય માટે લાંબી ઇન્વેસ્ટમેન્ટ સાબિત થાય છે. યાદ રાખો ખોરાક માત્ર પેટ પૂરવા નથી, શરીરને સ્વસ્થ રાખવા હોય છે.