દુબઈ: ક્રિકેટની રમતમાં બે કટ્ટર હરીફ ગણાતા દેશો ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ હોય અને બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલચાલ ન થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. આજે રવિવારે દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ ખાતે અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે, આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે અને પાકિસ્તાનના બોલર અલી રઝા વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી, જેને કારણે અમ્પાયરે વચ્ચે આવવું પડ્યું હતું.
ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 347 બનાવ્યા. 348 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન આયુષ મ્હાત્રે સસ્તામાં આઉટ થઇ ગયો. આયુષ મ્હાત્રેની વિકેટ પડ્યા પછી, પાકિસ્તાની બોલર અલી રઝાએ બુમો પડીની ઉગ્ર સેલિબ્રેશન કર્યું હતું, પવેલિયન તરફ જઈ રહેલા આયુષ મ્હાત્રેએ પણ પાછળ ફરીને અલી રઝાને કેટલાક શબ્દો કહ્યા.
What is Ayush Mhatre saying 🫣#INDvsPAK pic.twitter.com/OZYtKOkWym
— Himanshu Singh Rajput (@theDakshRajput_) December 21, 2025
મ્હાત્રેએ ફ્લોપ રહ્યો:
પાકિસ્તાનના ફાસ્ટ બોલર અલી રઝાએ આયુષને બહાર ફુલ-લેન્થ બોલ ફેંક્યો, મ્હાત્રેએ બોલને ઓફ સાઈડ ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સીધો મિડ-ઓફ ઉભેલા ફરહાન યુસુફના હાથમાં ગયો. ભારતીય ટીમનો કેપ્ટન માત્ર બે રન બનાવીને આઉટ થઇ ગયો. આ સમગ્ર ટુર્નામેન્ટમાં મ્હાત્રેએ ફ્લોપ રહ્યો છે, ટુર્નામેન્ટની પાંચ મેચમાં તે માત્ર 65 રન જ બનાવી શક્યો.
ભારત મુશ્કેલ સ્થિતિમાં:
મ્હાત્રેના આઉટ થયા બાદ ટૂંક સમયમાં ભારતને મોટો ઝટકો લાગ્યો. રઝાએ વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો. તેની તુરંત બાદની ઓવરોમાં મોહમ્મદ સૈયમ અને અબ્દુલ સુભાને એક-એક વિકેટ લીધી, જેને કારણે ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી પડી.
સાતમીવખત અંડર-19 એશિયા કપ ટાઇટલનું ટાઈટલ જીતવાનું ભારતીય ટીમની સપનું હાલ તૂટતું જણાઈ રહ્યું છે.