Mon Dec 08 2025

Logo

White Logo

ગુજરાત મતદાર યાદીમાં મોટો ખુલાસો: : 17 લાખથી વધુ મતદાર મૃત મળ્યા, એસઆઈઆરમાં ચોંકાવનારો ખુલાસો

2 days ago
Author: Vimal Prajapati
Video

રાજ્યમાં 30 લાખથી વધુ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે SIR (SIR in Gujarat Voter List)ની કામગીરી ચાલી રહી છે, તેમાં અનેક મહત્ત્વની જાણકારીઓ પ્રકાશમાં આવી રહી છે. SIRની કામગીરી દરમિયાન વિગતો એવી જાણવા મળી છે કે, વર્તમાન મતદાર યાદી (Gujarat Voter List)માં હજી પણ 17 લાખથી વધુ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મોટી સંખ્યામાં નામ પણ ગુમ છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ 53 લાખ નામ હટાવી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ દ્વારા આ જાણકારી શેર કરવામાં આવી હતી. 

ડિજિટાઇઝેશન 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે

ગુજરાતમાં 4 નવેમ્બરે એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગામી 11મી ડિસેમ્બર સુધીમાં આ કામગીરી ચાલવાની છે. બીએલઓ દ્વારા પોતાના વિસ્તારમાં આ લોકોનું નામ યાદીમાં છે કે કેમ? તેવી તમામ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. મળતી વિગતો પ્રમાણે બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ગુજરાતમાં છેલ્લા એક મહિલાના 5 કરોડથી વધુ મતગણતરીના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. 33 જિલ્લામાં સંપૂર્ણ રીતે ફોર્મ વિતરણનું કામ પૂર્ણ કર્યું છે. હવે પાછા આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. 

12 વિધાનસભાના વિસ્તારમાં ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ

ગુજરાતની 182 વિધાનસભામાંથી 12 વિધાનસભાના વિસ્તાર જેવા કે, બનાસકાંઠા જિલ્લાના ધાનેર અને થરાદ, દાહોલ જિલ્લામાં લિમખેડા અને દાહોદ, અરવલ્લી જિલ્લામાં બાયડ, રાજકોટ જિલ્લામાં ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લામાં કેશોદ, ખેડા જિલ્લામાં મહેમદાબાદ, આણંદ જિલ્લામાં ખંભાત અને નવસારી જિલ્લામાં જલાલપોરમાં ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 

30 લાખથી વધુ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું

એસઆઈઆરની કામગીરીમાં અત્યારે ડાંગ જિલ્લો સૌથી આગળ ચાલી રહ્યો છે. અહીં 94.35 ટકા ડિજિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મતદાર યાદીમાંથી 17 લાખથી વધુ મૃત મતદારો હજી પણ યાદીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 6.14 લાખ મતદારો પોતાના રહેઠાણથી ગાયબ નોંધાયા છે. 30 લાખથી વધુ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કરી લીધું હોવાનું નોંધાયું છે. આ સાથે 3.25 લાખ મતદારો એવા છે જેમનું નામ એકથી વધારે જગ્યાએ છે, જેથી આ નામોને કોઈ એક જગ્યાએ રાખવામાં આવશે અને બાકીની હટાવી દેવામાં આવી શકે છે. 

17 લાખ મૃત મતદાર હજી પણ મતદાર યાદીમાં સામેલ

ભારતના અનેક રાજ્યમાં મતદાર યાદીમાં સુધારણા માટે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. જેવામાં ગુજરાતમાં પણ આ કામગીરી યુદ્ધના ધારણે ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ચોંકાવનારા આંકડા પણ પ્રકાશમાં આવ્યાં છે. જેમાં 17 લાખ મૃત મતદારો, 30 લાખથી વધુ મતદારોનું સ્થળાંતર, 3.25 લાખ મતદારોનું એકથી વધારે જગ્યાએ નામ અને 6.14 મતદારો રહેઠાણ પરથી ગાયબ નોંધાયા હતાં, તેનો અર્થ એ છે કે, ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન કુલ મળીને 53 લાખ નામોને હટાવવામાં આવી શકે છે.