જયપુરઃ બુધવારે રાજસ્થાનમાં જયપુર શહેરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 20,000 જેટલા પ્રેક્ષકો વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં ખાસ કરીને 38 વર્ષીય રોહિત શર્મા (Rohit Sharma)ની દમદાર બૅટિંગ જોવા આવ્યા હતા અને એમાં તેમને સફળતા મળી હતી, કારણકે હિટમૅને એવી ફટકાબાજી કરી કે સિક્કિમની ટીમના ખેલાડીઓ પણ જોતા રહી ગયા હતા અને મૅચ પછી તેઓ વન-ડે ક્રિકેટના આ બેતાજ બાદશાહ રોહિતને મળવા આવ્યા ત્યારે એમાંનો સિક્કિમનો એક ખેલાડી થોડો મૂંઝાઈ ગયો હતો અને ફમ્બલ થતાં તેના હાથમાંથી કૅપ (Cap) નીચે પડી ગઈ હતી. જોકે એ ઘટનાના જે ફોટા ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે એના પરથી લાગે છે કે સિક્કિમનો એ પ્લેયર રોહિતને પગે લાગી રહ્યો હોય. જોકે કારણ જૂદું જ હતું.
રોહિત શર્મા (155 રન, 94 બૉલ, નવ સિક્સર, અઢાર ફોર)ની ધમાકેદાર સદીની મદદથી મુંબઈએ 237 રનનો લક્ષ્યાંક 30.3 ઓવરમાં ફક્ત બે વિકેટના ભોગે મેળવી લીધો હતો.
Rohit Sharma shaking hands with both Sikkim and Mumbai players After the match ended. pic.twitter.com/U68YwqWNVB
— (@rushiii_12) December 24, 2025
આ મૅચ પછીનો વીડિયો (Video) સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેના પરથી બનેલી કેટલીક સ્ટોરીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિક્કિમનો ખેલાડી રોહિત સાથે હાથ મિલાવતી વખતે તેને પગે લાગ્યો હતો.
જોકે આ વીડિયો ક્લિપને બારીકાઈથી જોતાં જાણવા મળ્યું હતું કે રોહિતને મળતી વખતે સિક્કિમનો ખેલાડી એક હાથે રોહિત સાથે હાથ મિલાવી રહ્યો હતો ત્યારે એ ખેલાડીના બીજા હાથમાંથી પોતાની કૅપ નીચે પડી ગઈ હતી અને એ લેવા તે વાંકો વળ્યો હતો.
ડોમેસ્ટિક ક્રિકેટમાં લિસ્ટ-એ વન-ડે ક્રિકેટ તમામ મર્યાદિત ઓવર (વન-ડે)નું સર્વોત્તમ ફૉર્મેટ ગણાય છે અને એમાં સૌથી વધુ 150-પ્લસ સ્કોર્સમાં રોહિતે બુધવારે ડેવિડ વૉર્નરની બરાબરી કરી હતી. રોહિતના છેલ્લા 150-પ્લસ રન 2019માં હતા જેમાં તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે 159 રન કર્યા હતા.