Thu Jan 01 2026

Logo

White Logo

મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫

મૅચ અગાઉની રાત્રે : વિમેન ઈન બ્લૂનું નવી મુંબઈમાં દિવાળી સેલિબ્રેશન

2 months ago
Author: Ajay Motiwala
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈ: મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ આજની ન્યૂ ઝીલૅન્ડ સામેની અત્યંત મહત્વની મૅચ પહેલાં બુધવારે દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો.

ટીમની યુવાન ખેલાડીઓએ દિવાળીનું સેલિબ્રેશન શરૂ કર્યું હતું અને કેપ્ટન હરમનપ્રીત કૌર તેમ જ વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના પણ તેમની સાથે જોડાઈ હતી.

હૅટ-ટ્રિક હારનાં આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ

ભારતીય ખેલાડીઓ ઉપરાઉપરી ત્રણ મૅચ હારીને નવી મુંબઈ આવી છે અને તેમણે દિવાળીની ઉજવણી કરીને હૅટ-ટ્રિક હારના આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી હતી.
દિવાળીનું સેલિબ્રેશન કરનાર ભારતીય ખેલાડીઓમાં ઓપનર પ્રતીકા રાવલ તેમ જ ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર અને ઑલરાઉન્ડર જેમાઈમા રૉડ્રિગ્સ તેમ જ કોચિંગ સ્ટાફનો પણ સમાવેશ હતો.

ડી. વાય.માં પ્રેક્ષકોની સંખ્યામાં ધીમે ધીમે વધારો

નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં 20મી ઓક્ટોબરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જે મૅચ હતી ત્યારે પ્રેક્ષકોની સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ આજે સેમિ ફાઇનલના પ્રવેશ માટે જરૂરી ભારતની મૅચ માણવા માટે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવીને આવ્યા હતા. એમાં અનેક પરિવારોનો સમાવેશ હતો. પ્રેક્ષકોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો ગયો હતો અને 60,000 સીટની કૅપેસિટીવાળા આ સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓની સંખ્યા લગભગ 10,000 થઈ ગઈ હતી.