Mon Dec 08 2025

Logo

White Logo

અમરેલીમાં ભગવાન દત્તાત્રેયના : વિશાળ મંદિરમાં ભગવાનનાં પ્રાગટ્ય પર્વની ઉજવણી કરાશે

4 days ago
Author: Vimal Prajapati
Video

અમરેલીમાં આજે ભવ્ય રીતે દત્ત જયંતિ ઉજવણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર આવતીકાલ ગુરૂવારે ભગવાનનાં પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે ડૉ પીપી પંચાલનાં માર્ગદર્શનમાં દત્તયાગ યજ્ઞ, ધ્વજા રોહણ, સત્સંગ અને જન્મઉત્સવ ઉજવાશે. અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર આવેલ ભગવાન દત્તાત્રેયના વિશાળ મંદિર ખાતે શ્રી દત્ત ભગવાનનો 105મો જન્મ જયંતિ મહોત્સવ આવતીકાલે માગશર સુદ પૂનમ તારીખ 4 ડિસેમ્બરને ગુરૂવારના શુભ દિને ઉજવવાનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે.

આ મંદિર ખાતે દત્તયાગ યજ્ઞ પણ રાખવામાં આવ્યો

જયંતિ મહોત્સવ સાથે સાથે દત્તાત્રેયના વિશાળ મંદિર ખાતે દત્તયાગ (યજ્ઞ) પણ રાખવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગે દર્શનનો લાભ લેવા વિનંતી ભક્તગણને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તારીખ 4 ડિસેમ્બરને ગુરૂવારે સવારે 7 કલાકે દત્તભગવાનનું સુગંધી દ્રવ્યોથી સ્નાન, સવારે 9 વાગ્યે દત્તયાગ, સાંજે 04 વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ, સાંજે 04:45 વાગ્યે યજ્ઞનું બીડું હોમાશે. આ સાથે સાંજે 06 વાગ્યે સતસંગ-ભજન, સાંજે 7 વાગ્યે દત્ત ભગવાનનો જન્મ ઉત્સવ અને સાંજે 07:30 વાગ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ભગવાન દતાત્રેયના વિશાળ મંદિર ખાતે શ્રી દત્ત ભગવાનનો 105મો જન્મ જયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દંતકથા પ્રમાણે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાયેલા અવધૂત યોગી ભગવાન દત્તાત્રેય, અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. પિતા અત્રી અને માતા અનસુયાને ત્યાં જન્મેલા ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું સંયુક્ત સ્વરૂપ ગણાય છે.