Thu Jan 01 2026

Logo

White Logo

નવો નિશાળીયો નવ દહાડા : ઝબાન સંભાલ કે

4 days ago
Author: Mumbai Samachar Team
Video

ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી 

આ વર્ષનો છેલ્લો રવિવાર. આવતા ગુરુવારથી નવા વર્ષનો પ્રારંભ. નવ એટલે સર્વોચ્ચ સંખ્યા એ આપણે બધા જાણીએ છીએ, કારણકે 9 પછી આવતી બધી સંખ્યા શૂન્યથી નવ દરમિયાનના આંકડાનો જ મેળ હોય છે. નવનો બીજો અર્થ છે નવું, નવીન, તરતનું. નવો શબ્દની વ્યાખ્યા બાંધતી એક બાહ્ય સરસ કહેવત છે જે નવો નિશાળીયો નવ દહાડા, ઝાઝું કરે તો દસ દહાડા, અગિયારમે દહાડે કોરડો ને બારમે દહાડે ઓરડો. બાળકને પહેલી વાર ભણવા મૂક્યો હોય ત્યારે શરૂઆતના થોડા દિવસ કજિયા કરે, નિશાળે જવાની આળસ કરે વગેરે બાબતો તો થાય જ. જોકે, થોડા દિવસમાં નવા વાતવારણથી ટેવાઈ જાય અને એમાં આનંદ આવે તો જવાનો ઉત્સાહ દર્શાવતો થઈ જાય. જોકે, ક્યારેક બાળક ગોઠવાઈ ન શકે એવું બને ત્યારે શિશક થોડી દમદાટી આપે એટલે વર્ગમાં નિયમિત હાજરી આપતો થઈ જાય. આશા - નિરાશા, સફળતા - નિષ્ફ્ળતા મળવી કે એનો સામનો કરવો જીવનની સામાન્ય બાબત કહેવાય. 'કરતા જાળ કરોળિયો'ની  ભાવનાને ચરિતાર્થ કરી નિરાશા ખંખેરી સફળતા મેળવવા - નિર્ધારિત લક્ષ્યને પહોંચી વળવા સજ્જ થવાની ભાવના માટે કહેવત છે નવી ગિલ્લી નવો દાવ. વહુ અને રાજાને સાથે વણી લેતી કહેવત છે નવી વહુ ને બેસતો રાજા, વખાણીએ તો વખણાય. તાત્પર્ય એટલું જ કે આ બંનેની પ્રશંસા શરૂઆતથી જ કરીએ તો એ સારાં નીવડે.

કાઠિયાવાડીની ભાષા: કાઠિયાવાડની તો આમ અનેક બાબતો જાણીતી, પણ મહેમાનગતિ અને એની ભાષાનો જોટો જડવો મુશ્કેલ છે. કેટલાક સેમ્પલથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે, નહીં નહીં, હંધુય હમજાય જાહેં. લોકો ફરવા જાય, પણ કાઠિયાવાડી રખડવા જાય. કાઠિયાવાડી રાત્રે  જમવા ન બેઠા હોય, સંધ્યા ટાણું થયા પછી બધા વાળુ કરતા હોય. જમ્યા પછી વાસણ સાફ ન કરવાના હોય, વાળુ કરી લીધા પછી ઠામ ઉટકવાના હોય. લગ્ન હોય ત્યારે બધા દીકરીને કપડાં આપે જ્યારે કાઠિયાવાડી લૂગડાં કરે. શિયાળામાં અલગ નાસ્તો કરવાની ઈચ્છા થાય ત્યારે બધા મગફળી અને ગોળ ખાય, પણ કાઠિયાવાડી માંડવી અથવા ઓળો આરોગે. ઠંડું પાણી પીવા માટે લોકો ફ્રિજમાં બોટલ મૂકે, કાઠિયાવાડી બાટલો મૂકે અને એના ઘરમાં બારણું ન હોય, બાયણું હોય. સવારે બધા ઘરમાં પીવાના પાણીનું માટલું ભરવામાં આવે પણ કાઠિયાવાડી તો પાણીનો ગોળો ભરે અને જામનગરવાસી તો પાણીનો ગોરો ભરે. બધા લોકો પિકનિક કરવા જાય જ્યારે કાઠિયાવાડી ઉજાણી કે અણગો કરવા જાય. બે બાળકો વચ્ચે ઝઘડો થાય ત્યારે એકબીજાને ફાઈટ અથવા ધુંબો મારે પણ કાઠિયાવાડી તો ઢીક લગાવી દે.  ખોટું બોલવાથી પાપ લાગે, પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું. ઘડિયાળ તો રોલેક્ષની જ જોઈએ, બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે જ છે. આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી, કેટલાક લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે.  બાટલો અને બાટલીમાં શું ફરક..... બાટલો ચઢાવવો પડે ને બાટલી એની મેળે જ ચઢી જાય.

 तीन तेरा वाजणे 

तीन वाजणे हा शब्द प्रयोग घड्याळच्या वेळेशी संबंधित आहे. पण घड्याळात बारापर्यंतच आकडे असतात. तेरा वाजत नाहीत. याचा अर्थ असा की तेरा वाजणे म्हणजे अशक्य गोष्ट. 
एकूण तीन तेरा वाजण्याचा अर्थ त्रिवार अशक्य गोष्ट घडणे असा होतो. पण ही म्हण त्या अर्थाने वापरली जात नाही. मग तीन तेरा वाजणे म्हणजे काय? याचा अर्थ दसपट होणे असा होतो, कारण ३ + १० = १३. एखादी वस्तु फुटली आणि तिचे अनेक तुकडे झाले की 'तीन तेरा झाले' असं म्हणतात. कोणी कसल्यातरी बेतात काही वेगळेच बोलू लागले की आता तिसरेच काही काढू नका' असं सांगण्यात येतं। ટૂંકમાં જે કામ પાર પડી રહ્યું છે એમાં મૂંઝવણ કે ગરબડ ઊભી ન કરવી. પશ્ચિમનાદેશોમાં 13નો આંકડો અશુભ માનવામાં આવે છે. म्हणूनच तीन तेरा वाजणे किंवा तीन तेरा होणे म्हणजे दसपट नुक्सान होणे असा त्याचा अर्थ होतो. 
જોકે, મજા એ વાતની છે કે આપણી સંસ્કૃતિમાં ત્રીજ (અખાત્રીજ) અને તેરસ (ધનતેરસ) શુભ માનવામાં આવે છે. આ સિવાય ત્રિદેવ, ત્રિમૂર્તિ વગેરેમાં ત્રણના આંકડાનું વિશેષ મહત્ત્વ છે. વળી કોઈ બાબત ત્રણ વખત કરવી એ અધિક મહત્ત્વ ધરાવે છે. ત્રિવાર વંદન એનું વિશિષ્ટ ઉદાહરણ છે. थोडक्यात आपल्या संस्कृतीत तीन तेरा वाजत नाही. पाश्चात्य संस्कृतीचा प्रभावा नंतर ही म्हण रूढ झाली असावी. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાંથી આ કહેવત જન્મી હોય એવું લાગે છે.


हिंग्लिश  VINGLISH 

नाच न जाने, आँगन टेढ़ा 
A bad workman blames his tools

હિન્દી + અંગ્રેજીનું મિશ્રણ ધરાવત  हिंग्लिश ( हिंदी + English નું મિશ્રણ) ભાષા જીંગલ્સમાં, હિન્દી ફિલ્મના ડાયલોગ્સમાં અને ક્યાંક ક્યાંક ગીતોમાં પણ જોવા મળે છે. આપણે પાછળના કેટલાક હપ્તામાં એના ઉદાહરણથી વાકેફ થયા. આજે આપણે કેટલીક પ્રચલિત હિન્દી ભાષાની કહેવતો એવા જ ભાવાર્થ સાથે અંગ્રેજીમાં કઈ રીતે રજૂ થઈ છે એ જાણીએ અને જ્ઞાન સાગરમાં થોડા ટીપા ઉમેરીએ. जहाँ चाह, वहाँ राह કહેવત તમે સાંભળી હશે. कहावत का मतलब है कि अगर किसी काम को करने की सच्ची और दृढ़ इच्छा हो, तो उसे पूरा करने का रास्ता अपने आप निकल आता है, चाहे कितनी भी मुश्किलें क्यों न हों. यह कहावत दृढ़ संकल्प और कड़ी मेहनत ) के महत्व पर जोर देती है, और बताती है कि सच्ची लगन से कोई भी लक्ष्य हासिल किया जा सकता है. સાચી લગનથી કરેલો પ્રયાસ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. આ કહેવત અંગ્રેજીમાં Where there's a will, there's a way સ્વરૂપમાં હાજર છે. ઈચ્છા બળવાન હોય તો મારગ મળી આવે એ એનો ભાવાર્થ છે. 'મન હોય તો માળવે જવાય' કહેવત ખબર હશે. 

બીજું ઉદાહરણ જોઈએ: नाच न जाने, आँगन टेढ़ा કહેવત ગુજરાતીમાં નાચતાં ન આવડે તો કહે તારું આંગણું વાંકું છે એ સ્વરૂપે જાણતા હશો. कहावत का अर्थ है कि जब कोई व्यक्ति किसी काम को ठीक से करना नहीं जानता, तो वह अपनी कमी स्वीकार करने की बजाय परिस्थितियों या अन्य चीज़ों (जैसे, 'आँगन') में खोट निकालकर बहाने बनाता है. यह लोकोक्ति ऐसे व्यक्ति के लिए इस्तेमाल होती है जो अपनी अयोग्यता छिपाने के लिए बाहरी चीज़ों को दोष देता है, जैसे कि नाचना न आने पर वह आंगन को ही टेढ़ा बता दे. હવે આ કહેવતનો અંગ્રેજી પર્યાય છે A bad workman blames his tools. કામ કરવાની અણઆવડત છુપાવવા ઓજારોને દોષ દેવાની વાત છે. ટૂંકમાં નબળાઈ ઢાંકવા દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવાનો. दूध का जला छाँछ भी फूँक फूँक कर पीता है (દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ) કહેવતમાં સાવચેતીનો સૂર પ્રગટ થાય છે. दूध का जला छाछ भी फूँक फूँक कर पीता है कहावत का मतलब है कि एक बार धोखा खाने या नुकसान उठाने के बाद व्यक्ति अत्यधिक सावधान हो जाता है और वैसी ही दिखने वाली चीज़ों से भी डरने लगता है, भले ही उनमें खतरा न हो, जैसे दूध से जलने के बाद ठंडी छाछ को भी फूँक-फूँक कर पीना। यह कहावत बताती है कि बुरे अनुभव व्यक्ति को भविष्य के लिए बहुत सतर्क बना देते हैं. અંગ્રેજીમાં આ કહેવત Once bitten, twice shy સ્વરૂપે હાજર છે. પીડાદાયક અનુભવ પછી માણસ એ દિશામાં જતા કે કોશિશ કરતા બે વાર વિચાર કરે છે અથવા ગભરાટ અનુભવે છે. હિન્દીમાં એક મજેદાર કહેવત છે दूर के ढोल सुहावने लगते हैं. આ વાંચી તમે જરૂર કહેવાના કે આ કહેવત આપણી 'ડુંગરા દૂરથી રળિયામણા' જેવી જ છે. નજીકથી જોયા પછી ઘણી વાર ભ્રમ ભાંગી જાય છે કે નિરાશા થાય છે તમારી વાત સાચી છે. दूर के ढोल सुहावने लगते हैं कहावत का मतलब है कि जो चीज़ें दूर से अच्छी, आकर्षक या बेहतर लगती हैं, पास आने पर अक्सर वैसी नहीं होतीं; यह दूसरों की चीज़ों या स्थितियों को ज़्यादा सराहने की मानवीय प्रवृत्ति पर लागू होती है, जबकि अपनी चीज़ों को कम आँकते हैं, ठीक उसी तरह जैसे दूर से ढोल की आवाज़ अच्छी लगती है पर पास से कानों को चुभ सकती है. આ જ કહેવત અંગ્રેજીમાં The grass seems greener on the other side સ્વરૂપમાં હાજર છે. અન્ય લોકોનું જીવન, બીજાની પરિસ્થિતિ કે પાસે રહેલી વસ્તુ પોતાના કરતા ચડિયાતી હોવાની માન્યતા ઘણી વાર મનમાં ઘર કરી જતી હોય છે. પારકું ભાણું લાગે વહાલું જેવી વાત છે.