બે-અઢી વર્ષ જૂની સમસ્યાનું તત્કાલ નિરાકરણ કરવાની માંગણી: પરાગ શાહે કહ્યું ટેક્નિકલ સમસ્યા
ઘાટકોપર વેસ્ટમાં આવેલી સ્કાયલાઇન ઓવેસીસના રહેવાસીઓ છેલ્લા બે-અઢી વર્ષથી ચાલી રહેલી પાણીની સમસ્યાને લઈને હવે આક્રમક બન્યા છે અને જો પાણીની સમસ્યા ઉકેલવામાં ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. આજે છેલ્લા અનેક વર્ષોથી જયારે મુંબઈના પાણી પૂરું પાડતા બધા જ ડેમો છલકાઈ જતા હોય અને પાણીની કોઈ સમસ્યા ના થાય એવું બની જ ના શકે. ત્યારે ઘાટકોપર વેસ્ટની સ્કાયલાઇન ઓવેસીસ જેમાં આઠ વિંગ આવેલા છે જેમાંથી ચાર વિંગમાં છેલ્લા બે-અઢી વર્ષથી પીવાના પાણીની તકલીફ થઇ રહી છે જેને કારણે એ ચારે વિંગ જેમાં ત્રિપોલી, કાસાબ્લાન્કા,એલેક્સઝેન્ડર અને કેરો નામની વિંગના લોકોએ ટેન્કર થી પાણી મંગાવવાની ફરજ પડે છે.
આ બાબતે સમાચારના પ્રતિનિધિ સાથે વાત કરતા કાસાબ્લાન્કા સોસાયટીના ચેરપરસન સુલેખા દોશીએ જણાવ્યુંકે અમે છેલ્લા કેટલા વર્ષોથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છીએ અને પાણી ના મળવાને કારણે અમારે રોજ પાણીની ટેન્કર મંગાવીને પાણી પૂરૂૂં પાડી રહ્યાં છે આના કારણે સોસાયટીમાં રહેતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી રહી છે. આ બાબતે અનેક ફરિયાદો બીએમસી માં કર્યા પછી પણ કોઈ નિવારણ આવી નથી રહ્યું. પછી અમે લોકપ્રતિનિધિ અને અમારા સ્થાનિક વિધાનસભ્ય પરાગભાઇ શાહને આની ફરિયાદ કરી હતી. એમ અમારા માટે પ્રયત્નો તો કર્યા છે પણ કોઈ નિવેડો આવતો નથી જેથી હવે સોસાયટીવાળાઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારી પાણીની સમસ્યાનું પરમેનન્ટ સમાધાન ના થાય ત્યાં સુધી કોઈ પણ સોસાયટીની મેમ્બર કોઈને વોટ નહિ આપે.
જયારે આજ સોસાયટીના સેક્રેટરી વિનોદ સીંઘે જણાવ્યું કે રોજના એક ટેન્કર એક સોસાયટી માટે એટલે ચાર સોસાયટી માટે ચાર ટેન્કર મંગાવીએ છીએ અમારા એક ટેન્કરનું બિલ એક મહિનાનું અંદાજે એક લાખ રૂપિયા આવે છે જયારે ચાર લાખ રૂપિયા ચાર સોસાયટીને ભોગાવવા પડે છે. અમે બીએમસીના બધા જ ટેક્સ જેમકે પ્રોપર્ટી ટેક્સ હોય કે પાણીનું બિલ હોય અમે ટાઈમ પર ભરી દઈએ છીએ ત્યારે એવી શું સમસ્યા છે કે એક અમારી પાણીની સમસ્યાનું કોઈ નિવારણ નથી મળી રહ્યું .
આ બાબતે જયારે સ્થાનિક વિધાનસભ્ય પરાગભાઈ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે છેલ્લા બે-અઢી વર્ષથી આ ફરિયાદને લઈને બીએમસીમાં ફરિયાદ કરીને તેમના પાણી વિભાગ અને અન્ય વિભાગો સાથે સંપર્કમાં છીએ. અમે આનું નિવારણ કરવા માટે પાણીની નવી લાઈન પણ નાખવી છે પણ પાણીનો ફોર્સ ઓછો હોવાને કારણે પાણી પૂરૂૂં નથી પડી રહ્યું. હવે આમા બીજો પ્રોબ્લેમ એ છે કે આજે સોસાયટી છે એને વોટિંગ પછી એ નગરપાલિકાનું હોય કે વિધાનસભાનું ઘાટકોપરના ‘એન’ વોર્ડમાં આવે છે જયારે આનું ટેક્નિકલી પાણી વિભાગ અને બીજા અન્ય વિભાગો ‘એલ’ વિભાગ કુરલામાં છે. હવે આ પ્રિમાઇસિસ ‘એલ’ વિભાગ નો પણ છેલ્લો ભાગ છે અને ‘એન’ વિભાગનો પણ છેલ્લો ભાગ છે જેને કારણે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે અમે આના નિવારણ માટે આ આખી સોસાટીને ‘એલ’ વિભાગમાંથી ‘એન’ વિભાગ માં ટ્રાન્સફર કરવા માટે બધા જ ફોર્માલિટી પૂરી કરી રહ્યાં છે પણ આનું પ્રોસિજર લાબું છે અને આને થોડો સમય લાગશે ખરો પણ અમે અમારા પ્રયત્નો કરી રહ્યા છે.