ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની ઘટનામાં રાજબાડી જિલ્લામાં અમૃત મંડલ ઉર્ફે 'સમ્રાટ' નામના ૨૯ વર્ષીય હિંદુ યુવકને ઉશ્કેરાયેલા ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. દીપુ ચંદ્ર દાસ બાદ બાંગ્લાદેશમાં અમૃત મંડલ ઉર્ફ 'સમ્રાટ' નામનો 29 વર્ષીય હિંદુ યુવાન મોબ લિંચિંગનો શિકાર બન્યો છે. પોલીસ રેકોર્ડમાં અમૃત મંડલનું નામ સ્થાનિક ગેંગના નેતા તરીકે નોંધાયેલું છે. તે 'સમ્રાટ વાહિની' નામની ગેંગ ચલાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં આવેલા પાંગ્શા મોડલ પોલીસ સ્ટેશનની હદમાં અમૃત મંડલ સાથે મોબ લિંચિંગની ઘટના ઘટી હતી. બુધવારે રાતના અગિયા વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. બાંગ્લાદેશ પોલીસના જણાવ્યાનુસાર મૃતકનું નામ અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ છે. જેની સામે ખંડણી સહિત અન્ય ગુના પણ નોંધાયા છે. પોલીસે કહ્યું છે કે અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ હુસૈનડાંગાના અક્ષય મંડળનો દીકરો છે. પોલીસે સમ્રાટના એક સાથીદાર મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે, જેની પાસેથી એક પિસ્તોલ અને હથિયાર જપ્ત કર્યા છે.
સ્થાનિક લોકો દ્વારા એક વ્યક્તિ પર હિંસક હુમલો કરવાની માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પીડિતની ઓળખ અમૃત મંડલ તરીકે કરી છે. પોલીસને બહુ ગંભીર હાલતમાં મળ્યો હતો, જ્યાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમ્રાટની સામે બે હત્યાના પણ કેસ નોંધાયેલા છે, જે ક્રિમિનલ ગેંગ ચલાવતો હોવાનો દાવો કર્યો છે.
7 વર્ષની બાળકી બની હિંસાની આગમાં હોમાઈ
ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર, 2025ના કેટલાક પ્રદર્શનકારીઓએ લક્ષ્મીપુર સદર ખાતે એક ઘરને બહારથી બંધ કરીને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 7 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 23 ડિસેમ્બર, 2025ના બાંગ્લાદેશના ચટગાંવ ખાતે 2 હિંદુ પરિવારનો ઘર સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં બંને ઘરોના પાલતુપશુઓનું મોત થયું હતું. ઉપરાંત બંને પરિવારની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. આ બનાવને કારણે ભારત સહિત અનેક દેશોમાંથી બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અંગે લોકોએ ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે ભારત સરકારે પણ હિંદુઓના રક્ષણ માટે અપીલ કરી છે.