Mon Dec 08 2025

Logo

White Logo

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે રાજકોટમાં, : આત્મહત્યામાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને મળશે

1 day ago
Author: pooja shah
Video

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી ત્રમ દિવસ માટે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ રાજકોટમાં રોકાશે. તેમના કાર્યક્રમમાં કોટડા સાંગાણીના ખેડૂત પરિવારની મુલાકાત તેમ જ બોટાદની સભામાં પકડાયેલા આપના કાર્યકર્તાઓની જેલમાં મુલાકાતનો સમાવેશ થાય છે. 

કેજરીવાલ આજે સાત ડિસેમ્બરે રાજકોટ આવશે. કમોસમી વરસાદનો માર સહન ન થતાં આત્મહત્યા કરનારા ખેડૂતના પરિવારની કોટડા સાંગાણી ખાતે મુલાકાત લેશે. પરિવારને સાંત્વના આપશે. આ સાથે બોટાદમાં થયેલી ખેડૂતોની સભા દરમિયાન અવ્યવસ્થા સર્જાતા આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ સામે ગુનો નોંધાયો હતો અને અંદાજે 30 કેદી જેલમાં બંધ છે, તેમની મુલાકાત લેશે. 

આ સાથે વિસાવદરના વિધાનસભ્ય ગોપાલ ઈટાલિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના તાજેતરમાં બની છે, આથી કેજરીવાલ રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ વાત કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

સૌરાષ્ટ્રના વિસાવદરમાં આપને બેઠક મળ્યા બાદ પક્ષમાં થોડો જુસ્સો વધ્યો છે અને પક્ષ સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખી રહ્યું છે.