ચટગાંવ: બાંગ્લાદેશમાં સતત વધી રહેલી હિંસા વચ્ચે હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે ચટગાંવ વિસ્તારમાં હિંદુઓના ઘરમાં આગ લગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેનો વિડીયો પણ આવ્યો છે. આ અંગે પીડિતોનું કહેવું છે કે આગ એવા સમયે લગાવવા આવી જયારે તે લોકો ઉંધી રહ્યા હતા. ઇસ્લામિક કટ્ટરપંથીઓ ધરોનો દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. જેના લીધે તે લોકો બહાર ભાગી ના શકે.
આઠ લોકોને જીવતા સળગાવવાનો પ્રયાસ
ચટગાંવ વિસ્તારમાં આઠ લોકોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ પાછળની બાજુથી લાકડા તોડીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ આગમાં બે ઘરો બળીને ખાખ થઈ ગયા હતા અને અંદરનો બધો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
જોકે, આ અંગે પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. બાંગ્લાદેશના હિંદુ યુવક દીપુ દાસને સળગાવીને મારી નાખ્યા બાદ હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
હિન્દુ યુવક દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાનો આ પહેલી ઘટના નથી. આ અગાઉ મેમનસિંઘમાં હિન્દુ યુવક દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. તેમજ સિલહટમાં એક હિન્દુ પરિવારને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. ઝેનૈદાહમાં ગોવિંદ બિસ્વાસ નામના હિન્દુ છોકરાને માર મારવામાં આવ્યો હતો. હવે ચટગાંવમાં હિન્દુઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લઘુમતીઓ સામે હિંસાના 2,442 બનાવો
બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે ડેટા ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઓગસ્ટ 2024 થી જુલાઈ 2025 સુધીમાં, લઘુમતીઓ સામે હિંસાના 2,442 બનાવો બન્યા છે. તેમજ 150 થી વધુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે.