Sun Dec 14 2025

Logo

White Logo

તિરુવનંતપુરમમાં જીત બાદ ભાજપમાં હર્ષની લાગણી, : અમિત શાહ અને સીએમ યોગીએ આપી શુભેચ્છાઓ

9 hours ago
Author: vimal prajapati
Video

તિરુવનંતપુરમ: કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કેરળના તિરુવનંતપુરમમાં બીજેપી-એનડીએની ભવ્ય જીત થઈ છે. કેરળમાં એનડીએને ઐતિહાસિક જીત મળ્યાં બાદ ભાજપમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યાનાથ સહિત અનેક નેતાઓ જીત અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે આ જીત માટે કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે કેરળના લોકોએ અત્યારે માત્ર પીએમ મોદી પર જ ભરોસો છે. 

તિરુવનંતપુરમમાં બીજેપી-એનડીએની ભવ્ય 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેરળ ભાજપ પ્રમુખ રાજીવ અને કેરળ ભાજપના તમામ કાર્યકરોને વિકસિત કેરળમનો સંદેશ ફેલાવવા બદલ અભિનંદન પણ આપ્યાં છે. આ જીત મામલે અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને કેરળના લોકોના વખાણ કર્યાં છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ અને એનડીએને પ્રચંડ વિજય અપાવનાર કેરળના લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, જેના પરિણામે તિરુવનંતપુરમમાં ભાજપનો પ્રથમ મેયર બનશે. હવે એ વાત તો સ્પષ્ટ છે કે, કેરળ ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે’.

યોગી આદિત્યનાથે પણ કેરળના લોકોનો આભાર માન્યો 

આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ કેરળના લોકોનો આભાર માન્યો છે. કેરળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએને જીત મળી તે માટે પાર્ટીને પણ શુભેચ્છાઓ આપી હતી. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય બદલ સમર્પિત ભાજપ-એનડીએ અધિકારીઓ અને કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન! આ જીત પીએમ નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી અને જન-મૈત્રીપૂર્ણ નીતિઓ અને ભાજપ-એનડીએની સેવા, સુશાસન અને સ્વચ્છ રાજકારણમાં જનતાના વિશ્વાસનો પુરાવો છે’ આ સાથે સાથે તિરુવનંતપુરમના લોકોનો, તેમના વિશ્વાસ, સ્નેહ અને સમર્થનને યોગી આદિત્યનાથે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. 

આ ચૂંટણીમાં એનડીએને કુલ 50 બેઠક પર જીત મળી

પરિણામની વાત કરવામાં આવે તો, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એનડીએનને જીત મળી છે. આ ચૂંટણીમાં એનડીએને કુલ 50 બેઠક પર જીત મળી છે. આ સાથે એલડીએફને 29 બેઠકો, યુડીએફ 19 બેઠકો અને અન્યે બે બેઠકો જીતી હતી. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન 101 બોર્ડ છે, તેમાં બહુમતિ માટે 52 વોર્ડમાં જીત થવી જરૂરી છે. તિરુવનંતપુરમમાં છેલ્લા 10 વર્ષથી ભાજપ જીતવા માટે મથામણ કરી રહ્યું હતું.