Thu Jan 01 2026

Logo

White Logo

પહેલા દિવસે મોટા પક્ષોએ માત્ર ૧૪ ગુજરાતી-મારવાડીઓને ઉમેદવારી આપી : ---

2 days ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સવા કરોડની વસતીમાં ૩૫ લાખથી વધુ ગુજરાતીઓની વસતિ હોવા છતાં જયારે રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ આપવાની વાત આવે ત્યારે તમામ રાજકીય પક્ષો હંમેશાથી ગુજરાતીઓ તરફ અન્યાય કરતા આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી માટે સોમવારે જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ‘એબી’ ફોર્મ આપવામાં આવ્યા હતા, જેમાં માત્ર ૧૪ ગુજરાતી-મારવાડીએ ઉમેદવારી આપી હતી, જેમાં કૉંગ્રેસે છ ગુજરાતી-મારવાડી અને ભાજપે માત્ર આઠ ઉમેદવારને સ્થાન આપ્યું હતું. ઉદ્ધવની યુબીટી અને શિંદે સેનાના પહેલા દિવસની યાદીમાં એક પણ ગુજરાતી નામ જોવા મળ્યા નહોતા.

પશ્ર્ચિમ ઉપનગરમાં દહિસરથી ગોરેગામ અને સાંતાક્રુઝ અને વિલેપાર્લેના પટ્ટામાં મોટાભાગની વસતી ગુજરાતીઓની છે. ગુજરાતી મતોને આધારે જ વર્ષોથી આ પટ્ટામાં વિધાનસભા, લોકસભાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકો જીતી રહેલી ભાજપે આ વખતની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત ગુજરાતીઓ સાથે અન્યાય કર્યો છે.

ભાજપે સોમવારે મોડે સુધી ૮૬થી વધુ ઉમેદવારને ‘એબી’ ફોર્મ આપ્યા હતા, તેમાંથી માત્ર આઠ ગુજરાતીઓને સ્થાન મળ્યું હતું. આ ગુજરાતીઓમાં દહિસર વોર્ડ નંબર આઠમાંથી ભૂતપૂર્વ નગરસેવક જીતેન્દ્ર પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૧૫થી જીજ્ઞા શાહને ઉમેદવારી આપવામાં આવી છે. ૨૦૧૭માં અહીંથી પ્રવીણ શાહ ચૂંટાયા હતા. વોર્ડ નંબર ૫૮માંથી ભૂતપૂર્વ નગરસેવક સંદીપ પટેલને ફરી ઉમેદવારી આપવામાં આવી છે.

વોર્ડ નંબર ૯૭માથી ભૂતપૂર્વ નગરસેવિકા હેતલ ગાલાને પણ ફરી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૧૦૩ મુલુંડમાં હેતલ ગાલા- મોર્વેકરને ટિકિટ આપી છે. ૨૦૧૭માં અહીંથી મનોજ કોટક જીત્યા હતા. વોર્ડ નંબર ૧૦૭માંથી ભૂતપૂર્વ નીલ સોમૈયાને ટિકિટ આપવામાં આવી છે. ૨૦૧૭માં તેઓ વોર્ડ નંબર ૧૦૮માંથી ચૂંટણી લડયા હતા પણ તેમનો ઓબીસી મહિલાને અનામત થતા તેમને ૧૦૭માંથી ઉમેદવારી આપવામાં આવી છે. વોર્ડ નંબર ૧૭૭ ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહનું પત્તુ કપાઈ ગયું છે અને તેને સ્થાને કલ્પેશા જેસલ કોઠારીને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર ૨૨૨ની ભૂતપૂર્વ નગરસેવિકા રીટા મકવાણાને ફરી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ૩૫માં ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવિકા સેજલ દેસાઈનું પત્તુ કાપી નાખવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ યોગેશ વર્માને ઉમેદવારી આપવામાં આવી હતી. વોર્ડ નંબર ૭૦નાં ભૂતપૂર્વ નગરસેવિકા સુનિતા મહેતાનું પત્તુ પણ કાપી નાખવામાં આવ્યું હતું. તેમને સ્થાને વોર્ડ નંબર ૭૧ના ભૂતપૂર્વ નગરસેવક અનિશ મકવાણીને ટિકિટ આપવામાં આવી હતી. અનિશનો વોર્ડ જનરલ મહિલા માટે અનામત થઈ ગયો છે.

તો કૉંગ્રેસ તરફથી સોમવારે ૮૭ ઉમેદવારને ‘એબી’ ફોર્મ આપવામાં આવ્યા હતા, જેમાં માત્ર પાંચ ગુજરાતી મારવાડીઓના નામ હતા, વોર્ડ ૨૨માં પ્રદીપ કોઠારી, વોર્ડ નંબર ૩૫માંથી પરાગ શાહ, વોર્ડ નંબર પંચાવનમાંથી ચેતન ભટ્ટ, વોર્ડ નંબર ૪૩માંથી સુદશન સોની, વોર્ડ નંબર ૨૨૦માંથી સોનલ પરમાર અને વોર્ડનંબર ૨૨૧માંથી પૃથ્વીરાજ જૈનનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨૨૭માંથી ૨૬ ગુજરાતી નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા,