જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવો આ બુધ આજે એટલે કે 14મી ડિસેમ્બરના રોજ સૂર્ય સાથે યુતિ કરીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યો છે. આ સિવાય આજે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આજે થઈ રહેલાં બુધાદિત્ય યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાની સાથે જીવનમાં ખુશહાલીનું આગમ થઈ રહ્યું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે બની રહેલો આ બુધાદિત્ય યોગ ખૂબ જ લાભ કરાવી રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને એક કરતાં વધારે સ્રોતમાંથી આવક થઈ રહી છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને આ સમયે અપરંપાર લાભ થઈ રહ્યો છે. ભાઈ-બહેન તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ઘર-પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. આ સમયે તમે તમારા આરામ અને મોજશોખની વસ્તુઓ ચોક્કસ ખરીદશો.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ અને ભાગ્યશાળી સાબિત થશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. પરિવાર સાથે કોઈ જગ્યાએ પ્રવાસ પર જઈ શકો છો. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના પ્રભાવમાં વધારો થશે. નજીકના સંબંધી સાથે મુલાકાત થશે. આર્થિક લાભ થઈ રહ્યો છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આ બુધાદિત્ય યોગ શુકનિયાળ રહેશે. આ સમયે તમને સફળતા મળી રહી છે. વાહન ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. જીવનસાથી સાથે તમે આ સમયે તમે રોમેન્ટિક સમય પસાર કરશો. માતા તરફથી તમને કોઈ લાભ થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કોઈ કામ પૂરા થશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે ઉપરી અધિકારી તરફથી કોઈ લાભ થઈ રહ્યો છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો આ સમયે સર્જનાત્મક કાર્યથી લાભ થઈ રહ્યો છે. મિત્રો અને સંબંધી સાથે હસી-ખુશી સમય પસાર કરશો. તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવશો. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે નફો થઈ રહ્યો છે. ધાર્મિક પ્રવૃત્તિમાં તમારો રસ વધી રહ્યો છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધી રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં તેમને લાભ થઈ રહ્યો છે.